ખાદ્યતેલના ડબ્બા હતા સીલપેક, પોલીસે કાપ્યા ડબ્બા તો અંદરથી નીકળ્યો....

એક બાદ એક ડબ્બામાંથી નીકળવા માંડ્યું

ખાદ્યતેલના ડબ્બા હતા સીલપેક, પોલીસે કાપ્યા ડબ્બા તો અંદરથી નીકળ્યો....

Mysamachar.in-અમદાવાદ

બુટલેગરો દારુ ઘુસાડવાની અવનવી તરકીબો અજમાવતા હોય છે, એવામાં અમદાવાદ પોલીસે એક એવી તરકીબ ઝડપી પાડી છે, જે પોલીસ માટે પણ ચોકાવનારી બની છે, ખાદ્યતેલના ડબ્બા હોય તેમાં સામાન્ય રીતે ખાદ્યતેલ જ ભરેલું હોય પણ આ કિસ્સામાં પણ પ્રથમ દ્રષ્ટિએ તેલનાં પેક ડબ્બા જ લાગતા હતા પણ પોલીસે કટર મંગાવીને ડબ્બા કાપતા તેમાંથી દારૂ અને બિયરના ટીન નીકળતા પોલીસ પણ એક તબક્કે વિચારમાં પડી ગઈ હતી, તેલના ડબ્બા ભરેલો ટેમ્પોમાં દારૂના જથ્થાની હેરાફેરી થતી હતી.પ્રથમ દ્રષ્ટિએ જોતા તેલનાં પેક ડબ્બા લાગતા આ ડબ્બાને પોલીસે કટર મગાવીને કાપતા તેમાથી દારૂ અને બિયરના ટીન નીકળ્યા હતા.

કૃષ્ણનગર પોલીસને મળેલી સફળતા બાદ આરોપીની અટકાયત કરી તપાસ કરી તો અનેક ઘણો મુદ્દામાલ મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કૃષ્ણ નગર પોલીસને મળેલી માહિતી આધારે ટિમ વાદળી કલરના ટેમ્પોની વોચમાં હતી. તે દરમ્યાન ટેમ્પો આવતા પોલીસે ટેમ્પો રોકીને ચાલકની પૂછપરછ કરી હતી. પૂછપરછ કરતા ટેમ્પો ચાલકે પોતાનું નામ બિપિન જાદવ જણાવ્યું અને ટેમ્પોમાં તેલના ડબ્બા હોવાનું કહ્યું હતું. પણ પોલીસને શંકા જતા તેલના ડબાને કટરથી કાપવામાં આવ્યો અને તેમાંથી દારૂની બોટલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તેલના ડબ્બા કાપીને 434 દારૂની બોટલ, 235 બિયરના ટીન સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.