રદ થયેલ 97 લાખની ચલણી નોટો મળી આવી 

આટલા વર્ષો બાદ શું કરવાના હશે નોટોનું...? 

રદ થયેલ 97 લાખની ચલણી નોટો મળી આવી 
file image

Mysamachar.in-ગોધરા:

નોટબંધીને વર્ષો થયા છતાં પણ વધુ એક વખત જૂની ચલણી નોટો જે રદ થઇ ચુકી છે તેનો એક બે લાખ નહિ પરંતુ 97 લાખથી વધુની નોટો 6 ઈસમો પાસેથી કબજે કરવામાં આવતા વધુ એક વખત એ ચર્ચાએ જોર પકડ્યું છે આ લોકો આ નોટોનું શું કરવાના હશે..? ગોધરાના શહેરાથી મોરવા હડફ ના રામપુર થઇ મોરવા તરફ ગાડીમાં રદ થયેલી નોટો લઈને પસાર થવાના છે.તેવી બાતમી એસઓજી મળી હતી.બાતમીના આધારે એસઓજી અને મોરવા હડફ પોલીસે રામપુર પાસે નાકાબંધી કરી હતી.

બાતમી વાળી ઇક્કો કાર આવતા પોલીસે ગાડીમાં બેસેલા 6 ઈસમોને પકડી પડ્યા હતા. પોલીસે ગાડીમાં તપાસ કરતાં રદ થયેલ નોટોનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે એક હજારની રદ થયેલી 30 નોટો અને 19440 રદ 500 ની નોટો મળીને કુલ 97,50,000 રૂપિયાની રદ નોટો કબજે કરી હતી.પોલીસે 97,50,000 રૂપિયાની રદ થયેલ ચલણી નોટો ,ઈક્કો ગાડી કિંમત રૂપિયા 2,00,000,અંગ જડતી તથા મોબાઈલ નંગ 6 સહિતનો મુદ્દામાલ કબજે કરી રદ નોટોનો જથ્થો કયાંથી અને કોને આપવા જતાં હતાં તેવી પૂછપરછ હાથ ધરી હતી.