સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફોજદારી કેસમાં, ઉંમરનો પુરાવો ગણી શકાય.? 

બળાત્કારના એક કેસમાં રાજયની વડી અદાલતમાં રોચક કાર્યવાહી...

સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફોજદારી કેસમાં, ઉંમરનો પુરાવો ગણી શકાય.? 
file image

Mysamachar.in-જામનગર:

સામાન્ય લોકોની, સામાન્ય સંજોગોમાં માન્યતા એ હોય છે કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઉંમરના પુરાવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. પરંતુ વાત જયારે કોઈ ફોજદારી કેસની હોય, અને આ સર્ટિફિકેટને પુરાવા તરીકે અદાલતમાં રજૂ કરવામાં આવે ત્યારે વડી અદાલતનો મત શું હોય શકે ? એ જાણવું રસપ્રદ બની રહેશે.  

તાજેતરમાં આ પ્રકારનો એક મામલો વડી અદાલતમાં પહોંચ્યો હતો. આ કેસ બળાત્કારનો છે. જેમાં વડી અદાલતે કહ્યું: આ કેસમાં શાળા છોડયાના પ્રમાણપત્રને ઉંમરના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં. વડી અદાલતે જણાવ્યું કે, આ કેસમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનું પુરાવા તરીકે બહુ ઓછું મૂલ્ય છે. સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલાં એક કેસની સુનાવણી દરમિયાન વડી અદાલતે આ ટીપ્પણીઓ કરી હતી.

27 વર્ષ અગાઉના એક રેપ કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરતો એક નિર્ણય થયેલો. સરકાર આ કેસમાં આ નિર્ણયને પડકાર આપી રહી છે. 1994માં બાર વર્ષની એક બાળકીને ફસાવવાનો તથા તે બાળકી સાથે રેપ કર્યાનો આ વ્યક્તિ પર આરોપ હતો. 1996માં આ આરોપી, આ કેસમાંથી મુક્ત થયો હતો. કેમ કે, ફરિયાદ પક્ષ આ કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતાં પુરાવાઓ રજૂ કરી શક્યો ન હતો. કોર્ટેએમ પણ સ્વીકાર્યું હતું કે, પિડીતાએ કોર્ટમાં ખોટી સ્ટોરી કહી હતી. 

પીડિતાની ઉંમર જેતે સમયે કોર્ટ સમક્ષ સ્પષ્ટ થઈ શકી ન હતી, તેથી આરોપીને છોડી દેવામાં આવ્યો હતો. તેમના પિતા દ્વારા શાળા છોડયાનું પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવેલું. જેમાં તેની જન્મતારીખ  01-01-1982 દર્શાવવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ અંગે શંકા વ્યક્ત કરી હતી. પિતાએ કોર્ટ સમક્ષ કહેલું કે, તેણે તેની પુત્રીના જન્મ પછી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ અધિકારીઓએ રજૂઆત કરી ન હતી. અદાલતે ત્યારબાદ આ કેસને શંકાસ્પદ ગણાવ્યો હતો.

જો કે વડી અદાલતે આ કેસના આરોપીને જેતે સમયે નિર્દોષ જાહેર કરવાના કેસમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ પિડીતાની ઉંમર અંગે અદાલતે કહ્યું કે, શાળા છોડવાના પ્રમાણપત્રને કલમ 35 હેઠળ પુરાવા તરીકે ગણી શકાય પરંતુ નક્કર પુરાવાના અભાવમાં, જો આ પુરાવા છે,તો પછી તેની સ્વીકૃતિનું બહુ મૂલ્ય નથી. 

વડી અદાલતે આ કેસમાં એમ પણ કહયું હતું કે, આ પ્રમાણપત્ર પુરાવાની પુષ્ટિ કરનારું હોવું જોઈએ. અદાલતે આ કેસમાં જેતે સમયે એમ પણ કહ્યું હતું કે, પિડીતાએ જેતે સમયે પોલીસે શીખવાડેલી વાતો કહી હતી. અદાલતે એમ પણ કહેલું કે, જેણે આ પ્રમાણપત્રમાં બાળકીની જન્મ તારીખ લખી છે તેની પણ અદાલતમાં ઉલટતપાસ જરૂરી હોય છે.