૨૭ વર્ષના લગ્નજીવનનો શું આવો પણ હોય શકે અંત...

જાણો શું છે કિસ્સો.?

૨૭ વર્ષના લગ્નજીવનનો શું આવો પણ હોય શકે અંત...

Mysamachar.in-સુરત:

કહેવાય છે કે પ્રેમની કોઇ ઉંમર હોતી નથી. પરંતુ લગ્ન બાદ પરસ્ત્રી સાથે પ્રેમસંબંધ સમાજ ક્યારેય સ્વીકારતો નથી અને આવા સંબંધોને આડાસંબંધો કહેવામાં આવે છે. તેવામાં લગ્નના 27 વર્ષ બાદ પતિ પરસ્ત્રીના મોહમાં પત્નીને ઘરેથી ચાલ્યા જવાનું કહીને મારકૂટ કર્યાનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે,

આ બનાવની વાત જાણે એમ છે કે, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષના ઈશ્વરભાઈ પટેલના ૨૭ વર્ષના લગ્નજીવન દરમ્યાન સંતાનમાં ૨૫ વર્ષનો પુત્ર અને ૨૨ વર્ષની પુત્રી છે, ત્યારે ઈશ્વરભાઈની પત્નીએ ૨૭ વર્ષના લગ્નજીવન દરમ્યાન પતિને સુખ-દૂ:ખમાં હંમેશા સાથ આપ્યો હતો,

પરંતુ ઇશ્વરભાઇને પરસ્ત્રી સાથે આંખ મળી જતાં આ સ્ત્રીના મોહમાં એવા તો ભાન ભૂલી ગયા કે તેમણે પત્નીને કહ્યું કે તું તારા ઘરે ચાલી જા.. મારે બીજા લગ્ન કરવા છે... તેમ કહેતા પત્નીએ કહ્યું કે મે તમારી સાથે ભાગીને લગ્ન કર્યા નથી. જ્ઞાતીના રિવાજ મુજબ આપણે લગ્ન કર્યા છે. પરંતુ ઈશ્વરભાઈ ઉશ્કેરાઈને પતિ તરીકે રૌફ જમાવીને મારી સામું બોલે છે.. તેમ કહીને મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપતા અંતે મામલો પોલીસમાં પહોંચ્યો છે. ત્યારે પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.