જામનગર:કલ્યાણ પોલીટેકનીક કોલેજ ખાતે નાયરા એનર્જી દ્વારા કેમ્પસ ડ્રાઈવ યોજાઈ..

જામનગર જીલ્લાની એકમાત્ર ડીપ્લોમાં એન્જિયરિંગ કોલેજ

જામનગર:કલ્યાણ પોલીટેકનીક કોલેજ ખાતે નાયરા એનર્જી દ્વારા કેમ્પસ ડ્રાઈવ યોજાઈ..

mysamachar.in-જામનગર:એન્જિયરિંગ ક્ષેત્રની પસંદગી સમયે કોલેજ ની વાત આવે એટલે વિદ્યાર્થીઓને તરત જ જામનગર ના જાંબુડા નજીક આવેલ કલ્યાણ પોલીટેકનીક યાદ આવી જાય..વિદ્યાર્થીઓના ઉચ્ચતમ ઘડતર માટે હમેશને માટે કાર્યરત એવી અને વર્ષ ૨૦૧૪ થી ગુજરાતમાં સતત ટોપ થ્રી મા રેન્ક પ્રાપ્ત કરતી જામનગર જીલ્લાની એકમાત્ર ડીપ્લોમાં એન્જિયરિંગ કોલેજ એ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના વિદ્યાર્થીઓ ની સુવિધાઓમાં તો વધારો કર્યો છે...પણ સતત ઉંચા પરિણામો પ્રાપ્ત કરી અને જામનગર ને ગૌરવ પણ અપાવ્યું છે...

દર્શીલ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત કલ્યાણ પોલીટેકનીક કોલેજ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અનુભવી શિક્ષકોની ટીમ ધરાવતી કોલેજ છે..સંસ્થામા ઇલેકટ્રીકલ,મીકેનીકેલ,સિવિલ,કોમ્પ્યુટર, અને કેમિકલ એન્જીનીયરીંગ એમ કુલ પાંચ બ્રાંચો હાલે કાર્યરત છે..જેમાં દરેક બ્રાંચ માટે ૬૦ બેઠકો રાખવામાં આવી છે...

સંસ્થાનો હંમેશાને માટે પ્રયાસ રહ્યો કે વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે કોઈપણ બાંધછોડ થવી જોઈએ નહિ જેથી ખુબ જ અનુભવી શિક્ષકો ની પસંદગી દરેક ફેકલ્ટી મા કરવામાં આવી છે..જે નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને જે તે ફીલ્ડ સબંધિત ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પ્રેક્ટીકલ અને થીયરી એમ બને પદ્ધતિઓ થી અવિરત પુરુ પાડવામાં આવે છે...

કોલેજનો ઉદેશ એ પણ રહ્યો છે કે વિધાર્થીઓને માત્ર ડીગ્રી સુધી જ સીમિત ના રાખી પરંતુ ડીગ્રી મેળવ્યા બાદ તેનું ભાવી ઉજ્વળ બને અને વિધાર્થી આર્થિકક્ષેત્રે પણ આગળ આવી અને કોલેજ નું નામ રોશન કરે તે માટે કલ્યાણ પોલીટેકનીક કોલેજ દ્વારા દરેક ફીલ્ડ માટે સમયાંતરે મલ્ટીનેશનલ કંપનીઓને કેમ્પસ સુધી લઇ આવવા સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે...અને તેના ફળસ્વરૂપે છેલ્લા બે વર્ષમાં દરેક ફીલ્ડ માટે મલ્ટી નેશનલ કંપનીઓના કેમ્પસ ડ્રાઈવ પણ આયોજિત કરવામાં આવતા કેટલાય વિદ્યાર્થીઓને ઉચિત કેડી કંડારવાનો મોકો મળ્યો છે

તાજેતરમાં જ ગત ૧૪ જુલાઈ ના રોજ કલ્યાણ પોલીટેકનીક કોલેજ જાંબુડા ખાતે વિશ્વવિખ્યાત નાયરા એનર્જી જામનગર દ્વારા પ્લેસમેન્ટ ડ્રાઈવ નું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું...જેમાં કેમિકલ બ્રાન્ચના ૩૫ વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો..

નાયરા એનર્જી જેવી વિશ્વ વિખ્યાત કંપની દ્વારા નામાંકિત એવી કલ્યાણ પોલીટેકનીક ખાતે કેમ્પસ ડ્રાઈવ આયોજિત કરવામાં આવતા વિદ્યાર્થીઓ માટે પણ ખુબ જ મોટો અને ગૌરવવંતો દિવસ બની જવા પામ્યો હતો...આ કેમ્પસ ડ્રાઈવના આયોજન બદલ કલ્યાણ પરિવાર દ્વારા નાયરા એનર્જી જામનગર કંપનીમાં થી આવેલ એચઆર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો..અને ભવિષ્યમાં પણ આ જ રીતે કલ્યાણ પોલીટેકનીક કોલેજમાં આ જ રીતે કેમ્પસ ડ્રાઈવ થકી વિદ્યાર્થીઓ ને મલ્ટીનેશનલ કંપનીઓમાં તક મળતી રહે તેવી આશા પણ સંસ્થાના સંચાલકો એ વ્યક્ત કરી હતી..