હપ્તેથી ટીવી ખરીદનાર યુવક બન્યો હુમલાનો ભોગ...

સી ડિવીજનમાં નોંધાઈ ફરિયાદ

હપ્તેથી ટીવી ખરીદનાર યુવક બન્યો હુમલાનો ભોગ...

Mysamachar.in-જામનગર:

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો ઘરવખરી થી માંડીને અનેક ચીજો ખરીદ કરશે, તેમાં કોઈ રોકડા પૈસાથી આવી ચીજો ખરીદશે તો કોઈ હપ્તા સિસ્ટમ થી ખરીદ કરશે, પણ હપ્તે થી ચીજવસ્તુઓ ખરીદ કરતા પૂર્વે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હપ્તેથી ટીવી ખરીદ કરનાર એક યુવકને હુમલાનો ભોગ બનવું પડ્યું છે,

પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરીએ તો શહેરના ગોકુલનગર જકાતનાકા નજીક વસવાટ કરતા પાર્થ ચાવડા નામના યુવકે એક જાણીતા શોરૂમ પર જઈ કોટક મહેન્દ્રા બેંકમાં થી લોન મેળવી અને ૪૩ ઇંચનું ટીવી માસિક ૩૨૫૦ રૂપિયાના લેખે પાંચેક માસ પૂર્વે ખરીદ કરેલ હતું,જે ટીવીના હપ્તા ભરવામાં ચાર-પાંચ દિવસ જેટલું મોડું થઇ જતા મયુરસિંહ જાડેજા અને અન્ય એક અજાણ્યો ઇસમ પાર્થના ઘરે પહોચ્યા હતા અને તેને ફોન કરી ઘરે બોલાવી અને કે તારું ટીવી લેવા માટે આવ્યા છીયે.. જેથી પાર્થ ચાવડાએ કઈ રીતે લઇ જઈ શકો તેમ આવેલ શખ્સોને પૂછતા આવેલ બન્ને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના નેફામાં રાખેલ છરી કાઢી અને પાર્થ ચાવડાને ખંભામાં મારેલ અને અજાણ્યા શખ્સે પણ લોખંડનો પાઈપ મારી અને ગાળો આપી નાશી છૂટ્યા હતા, જે બાદ પાર્થ ચાવડાએ મયુરસિંહ જાડેજા અને અન્ય એક ઇસમ વિરુદ્ધ સીટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.