ફેસબુકમાં યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી,૧.૩૮ લાખ પડાવી લીધા..!

સૌરાષ્ટ્રમાં વધતાં બનાવો

ફેસબુકમાં યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી,૧.૩૮ લાખ પડાવી લીધા..!

Mysamachar.in-જુનાગઢ:

સોશ્યલ મીડીયાના માધ્યમનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે ફેસબુકનો ઉપયોગ કરતાં યુવાનોને વિદેશી યુવતીઑ ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલી રૂપિયા પડાવવાનું ષડયંત્ર છેલ્લા ઘણા સમયથી ચલાવતી હોય,સાઇબર સેલમાં ફરિયાદ પણ નોંધાઈ રહી છે.ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો હોય તેમ ફેસબુક ફ્રેન્ડ એવી વિદેશીની યુવતી ભારતમાં આવીને જુનાગઢના યુવાનને ફસાવીને એક લાખ ઉપરની રકમ પડાવી લીધાના બનાવમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે,

ફેસબુકના માધ્યમથી આચરવામાં આવેલ છેતરપીંડીના બનાવની મળતી વિગત મુજબ જુનાગઢમાં રહેતા પરેશ અપારનાથી નામના યુવાન સાથે ફેસબુકમાં જેન સ્કોટ નામની કહેવાતી વિદેશી મહિલાએ ફ્રેન્ડશીપ કરી હતી,

અને બંને નિયમિત ફેસબુક તેમજ વોટ્સએપ પર મેસેજ કરીને વાતો કરતા હતા,તેવામાં ગત તા.૧૪ના રોજ વિદેશી મહિલા જેન સ્કોટએ અચાનક જુનાગઢના પરેશને ફોન કરીને કહ્યું કે,હું ઈન્ડીયા આવી છું, એરપોર્ટ પર કસ્ટમ ડ્યૂટી તેમજ મની લોન્ડ્રીંગ સર્ટી કઢાવવા માટે પૈસાની જરૂર પડી છે અને બેન્ક ખાતા અને ATMમાં પૈસા જમા કરાવવા મિત્ર તરીકે મદદ માંગી હતી,

આ કહેવાથી વિદેશી મહિલાની લાલચમાં આવી ગયેલા જુનાગઢના પરેશએ ૧.૩૮ લાખ જેવી રકમ જમા કરવી પણ દીધી હતી,ત્યારબાદ આ વિદેશી મહિલા અને તેની સાથે હિન્દી બોલતી મહિલાનો સંપર્ક કરવાનો પરેશએ વારંવાર સંપર્ક કર્યો પરંતુ કોઈ જવાબ ન મળતા પોતે છેતરપીંડીનો ભોગ બન્યાનું માલુમ પડ્યું હતું,

આથી જુનાગઢ પોલીસ મથકે દોડી જઈને પોતાની સાથે બનેલ છેતરપીંડીના બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે.પોલીસે સાઇબર ક્રાઇમ હેઠળ આ બનાવની આગળની તપાસ ચલાવીને આ રેકેટ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.