સોનાના વધતાં ભાવ સામે ધનતેરસમાં ખરીદી ઘટશે...

મંદીનું વર્ષ લોકોને નડશે?

સોનાના વધતાં ભાવ સામે ધનતેરસમાં ખરીદી ઘટશે...
પ્રતિકાત્મક તસ્વીર

mysamachar.in-અમદાવાદ:

ગુજરાત સહિત સમગ્ર દેશમાં સોનાના ભાવમાં તાજેતરમાં સારી એવી તેજીને પગલે ભાવ ખાસ્સા વધી ગયા છે, ઊંચા ભાવ અને નાણાંકીય તરલતાની બજાર પર અસર જોવા મળી રહી છે તેને કારણે આ વર્ષે ધનતેરસના દિવસે સોનાની ખરીદી પર અસર થાય તેવી શક્યતા નિષ્ણાંતો જોઈ રહયા છે, 

ગયા વર્ષે 2017માં ધનતેરસની સિઝનમાં સોનું 2016ની સરખામણીમાં ૩૦ ટકા ગગડી ગયું હતું જોકે ગત વર્ષ ગોલ્ડ ઈન્ડસ્ટ્રી માટે ખરાબ રહ્યું છે,નવેમ્બર-૨૦૧૬માં નોટબંધી અને જુલાઇથી જીએસટીના અમલ જેવા કારણોથી સોનામાં નરમાઈ જોવા મળી હતી, 

ધનતેરસ સોનું-ચાંદી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ ખરીદવા માટે ખૂબ જ શુકનવંતો દિવસ મનાય છે,ગયા વર્ષે સોનાના ભાવ ધનતેરસ વખતે 10 ગ્રામના 30,000 રૂપિયા હતા,આ ભાવ વધીને આ વર્ષે 32,550 રૂપિયા થઈ ગયા છે,

છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત આગેકૂચ જોવા મળી રહી છે, તાજેતરમાં જ સોનાએ લાંબા સમય પછી 33,000નું લેવલ પણ પાર કરી દીધું હતું, તેવામાં ઇક્વિટીમાં મ્યુચયલ ફંડ મારફતે રોકાણ કરવાનો ટ્રેન્ડ રોકાણકારોમાં ખાસ્સો એવો લોકપ્રિય થયો છે તે જોતાં આ વર્ષે  સોનાની ખરીદી ધીમી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.