જમીન મકાનના ધંધાર્થીની કાર પણ ગઈ અને પૈસા પણ ના આવ્યા 

નોંધાવી પોલીસ ફરિયાદ 

જમીન મકાનના ધંધાર્થીની કાર પણ ગઈ અને પૈસા પણ ના આવ્યા 

Mysamachar.in-જામનગર:

કાર વેચાણ કરવા માગતા લોકો માટે એક ચેતવણી સમાન કિસ્સો જામનગર શહેરમાં સામે આવ્યો છે, આ કિસ્સાની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ જમીન મકાન લે-વેચનો ધંધો કરતા અને હરીયા સ્કુલ નજીક વસવાટ કરતા રાજુભાઇ ભોજાભાઇ કાબંરીયા પાસેથી જામનગરમાં સમર્પણ સર્કલ પાસે તેના વાડામાં બેસવા આવતા ફરિયાદીના મિત્ર સુનીલ ઇન્દ્રવદન બારોટ નામના વ્યકિતએ  જી.જે-03-એફ.કે.-2282 નંબરની સ્વીફ્ટ વીડીઆઈ ગાડી વેચાણ કરવાનો વિશ્વાસ આપી લઇ લીધી હતી. જે બાદ સુનીલે આ કાર કે રકમ પરત નહી આપી વિશ્વાસધાત કરતા તેની સામે સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 406 મુજબ ફરિયાદ નોંધાઈ છે.