હાઇવે પર સુંદર મહિલાને લિફ્ટ આપવાનું વેપારીને ભારે પડ્યું...

કેનાલ તરફ લઇ જવાનું કહી મહિલાએ....

હાઇવે પર સુંદર મહિલાને લિફ્ટ આપવાનું વેપારીને ભારે પડ્યું...

Mysamachar.in-મહેસાણાઃ

હાઇવે પર અજાણી મહિલાને લિફ્ટ આપતાં પહેલા સો વખત વિચારજો, કારણ કે એક વેપારી સાથે એવો અનુભવ થયો કે હવેથી તે ક્યારેય હાઇવે પર કોઇને લિફ્ટ નહીં આપે. ઘટના એવી બની કે હારીજ હાઈવે પર સાડી પહેરેલી એક મહિલાએ લિફ્ટનો ઇશારો કરતાં જ વેપારીએ ગાડી ઉભી રાખી અને લિફ્ટ આપી, મહિલાએ નર્મદાની મુખ્ય કેનાલથી થોડી અંદર મૂકી જવાનું કહ્યું. માનવતાની દ્રષ્ટીએ વેપારી મહિલાને મૂકવા ગયો પરંતુ અગાઉથી જ રાહ જોઇ રહેલા મહિલાના સાગરિતોએ વેપારીને દબોચી લીધો અને મહિલા સાથે રંગરેલિયા મનાવવા બાબતે ફસાવી દેવાની ધમકી આપી ખંડણીની માગ કરી. આ ઘટનાથી સમસમી ઉઠેલો વેપારી આપઘાત કરવાનો વિચાર આવ્યો પરંતુ મિત્રએ પોલીસને જાણ કરવાનું કહ્યું અને સમગ્ર મામલે આરોપી મહિલા સહિત તેના સાગરિતોની ધરપકડ કરવામાં આવી.

બનાવની વિગતે વાત કરીએ તો ગુરુવારની સાંજે હારીજ હાઈવે પર શબરી પ્લાઝા પાસે આશરે ૩પ વર્ષની મહિલા બ્લુ કલરની સાડી પહેરીને ઉભી હતી, મહિલાએ મહેસાણા તરફ જતા વેપારી પાસે લિફટ માંગી ગાડીમાં બેઠી, આગળ જતા કંબોઈ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલથી કુરેજા બાજુ જતી કેનાલ તરફ મારે કામ હોઈ મુકી જવા વિતંની કરતા વેપારીએ ત્યાં મૂકવા આગળ વધ્યો. આ દરમિયાન અન્ય એક ગાડીમાં આવેલ ત્રણ ઈસમોએ ગાડીમાં મહિલા સાથે તું ખોટા ધંધા કરે છે. તેવા આક્ષેપો કરી વેપારી સાથે જબરજસ્તી કરી ગાડીનો કબ્જો મેળવી લીધો.ત્યાર બાદ સામાજીક રીતે બદનામ કરવાની ઘમકી આપી આરોપીઓએ રૂપિયા પ૦ લાખની માંગણી કરી હતી. 

વેપારી આપઘાત કરવાનો હતો 

આરોપીઓએ વેપારીને કલાકો સુધી પોતાના કબ્જામાં રાખી તેની પાસેથી પૈસા પડાવવાના અનેક રીત અપનાવ્યા. પરંતુ વેપારી પોતાની પાસે વધુ પૈસા નથી તેવી વાત સતત કરતા આરોપીઓએ વેપારીનો મહિલા સાથે ખરાબ ધંધા કરતા ઝડપાયો અને હવે આવા ધંધા નહિ કરે, તેમજ હું કાલે રુપિયા ચાર લાખ આપી જઈશ તેવા અલગ અલગ વિડીયો ઉતારી લીધા, બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ છોડી મૂક્યો. બાદમાં ગભરાયેલા વેપારીએ સમગ્ર હકિકત તેના મિત્રને કરી, જેમાં વેપારીએ કહ્યું કે હવે તેને આપઘાત કરવાનું વિચાર આવી રહ્યો છે, જો કે મિત્રએ સમગ્ર હકિકતનો તાગ મેળવી વેપારીને ગભરાયા વગર આ ઘટના હનીટ્રેપ છે. અને બચવા પોલીસની મદદ લેવા સલાહ આપતા વેપારીએ પોલીસને જાણ કરી હતી. બાદમાં જીલ્લા LCBની ટીમે આ સમગ્ર ઘટનમાં કુલ ચાર પુરુષ અને એક મહિલા આરોપીની ઓળખ કરી ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી કરી છે.