કચ્છથી અમદાવાદ જઈ રહેલ બસ ડ્રાઈવરને ઝોકું આવી જતા પલટી મારી ગઈ..

કેટલાય મુસાફરો થયા ઈજાગ્રસ્ત

કચ્છથી અમદાવાદ જઈ રહેલ બસ ડ્રાઈવરને ઝોકું આવી જતા પલટી મારી ગઈ..

Mysamachar.in:મોરબી

મોરબી જીલ્લાના હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી ગઈ હતી.જેને કારણે બસમાં સવાર કુલ 16 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, હળવદ માળીયા હાઇવે  પર વાધરવા ગામ નજીક ગઈકાલે પટેલ વોલ્વો નામની ખાનગી ટ્રાવેલ્સની NL 01 B 2324 નંબરની બસ પસાર થઇ રહી હતી. જે વેળાએ બસે પલ્ટી મારી હતી. જેમાં બસનાં ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. અંદાજે દસ થી પંદર મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અમુક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.