જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે અથડાઈ પછી શું થયું જુઓ CCTV 

સીસીટીવી વિડીયો જોવા ક્લિક કરો

Mysamachar.in-સુરત:

સુરતના સોનગઢના માંડલ નાકા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે અથડાઈ હતી, જેથી જાનમાંથી પરત ફરી રહેલા જાનૈયા સહિત ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત 15ને ઈજા પહોંચી હતી, જેમાંથી 4 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે એક્સિડન્ટનાં સમગ્ર દૃશ્યો CCTVમાં કેદ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.70થી 80ની સ્પીડમાં બસ ટોલનાકા સાથે અથડાતાં બસની બારીઓમાંથી જીવ બચાવવા જાનૈયા કૂદી ગયા હતા.

આજે સવારે શ્રી સમર્થ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ અથડાઈ હતી. મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાન પરત ફરી રહી હતી. એ દરમિયાન બસ બેકાબૂ બની હોય એ રીતે ટોલનાકા સાથે અથડાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત CCTVમાં કેદ થઈ ગયો હતો, જેમાં પૂરપાટ ઝડપે દોડતી આવતી બસ સૌપ્રથમ ટોલનાકાની કેબિનની સામેની સાઈડ અથડાયા બાદ ફંગોળાઈને કેબિન સાથે અથડાઈ હતી.