પાર્ટી કરવા ભાડે લીધો બંગલો, સ્પામાં કામ કરતી 2 યુવતી અને 1 યુવક ઝડપાયા

એક રાતનું બંગલાનું ભાડું જ 5000

પાર્ટી કરવા ભાડે લીધો બંગલો, સ્પામાં કામ કરતી 2 યુવતી અને 1 યુવક ઝડપાયા
symbolic image

Mysamachar.in-અમદાવાદ

રાજ્યના મેટ્રોસીટીમાં યુવકો અને યુવતીઓની હાઈપ્રોફાઈલ કહી શકાય તેવી દારૂની પાર્ટીઓના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, એવામાં આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, અડાલજ-વૈષ્ણોદેવી જતા રોડ પર આવેલા સુરમ્ય-1 બંગ્લોઝમાં દારૂની મહેફિલ માણતી બે યુવતી અને 1 યુવક ઝડપાયાં છે, ઝડપાયેલી યુવતીઓ પ્રહલાદનગર ખાતેના સ્પામાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે, પોલીસે સ્થળ પરથી દારૂની ખાલી બોટલ, 3 ફોન અને કાર મળી કુલ 4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. યુવકે દારૂ પીવા માટે પાંચ હજારના ભાડેથી એક દિવસ માટે બંગલો લીધો હતો.

અડાલજ પોલીસે એસજી હાઈવે પર સુરમ્યા-1 ખાતે બંગલો ખાતે રાત્રે અઢી વાગ્યે રેડ કરી હતી. પોલીસે બંગલાનો દરવાજો ખોલ્યો ત્યારે સોફા પર બે યુવતી અને એક યુવક નશાની હાલતમાં મળી આવ્યાં હતાં. પોલીસે ભાર્ગવ સોનારા, તથા પ્રહલાદનગર ગાર્ડન પાસેના અર્થથાઈ સ્પામાં નોકરી કરતી અને મણિનગરમાં રહેતી બે થાઈ યુવતીની ધરપકડ કરી દારૂની ખાલી બોટલ, 30 હજારની કિંમતના 3 ફોન તથા આઈ-20 કાર જપ્ત કરી હતી. ત્રણેય મળીને આખી બોટલ દારૂ પી ગયા હતા. જે બંગલો ઓનલાઈન બુક કરવામાં આવ્યોજેનું એક નાઇટનું ભાડું 5 હજાર છે.