ગણતરીની મીનીટમાં તોડી નાખે બંગલાનું તાળું, હવાઈ મુસાફરી કરીને ચોરી કરવા જતી ગેંગ ઝડપાઈ

પોલીસે લાખોનો મુદામાલ કબજે કર્યો...

ગણતરીની મીનીટમાં તોડી નાખે બંગલાનું તાળું, હવાઈ મુસાફરી કરીને ચોરી કરવા જતી ગેંગ ઝડપાઈ

Mysamachar.in-આણંદ

આણંદ પોલીસને હાથ તસ્કરી કરતી અનોખી ગેંગ લાગી છે, પોલીસે તેની પાસેથી લાખોનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે, અને તે ગણતરીની મીનીટમાં કોઈ પણ બંગલાનું તાળું ફટાક કરતા ખોલી નાખતા હોવાનું પણ સામે આવ્યું છે, આ ગેંગે આણંદ-નડિયાદ ઉપરાંત સાઉથ ભારતના કેટલાંક મોટા શહેરોમાં આવેલા મોટા બંગ્લાઓનું તાળું સળીયાથી ગણતરીની મિનિટોમાં તોડી નાંખી તેમાંથી લાખોની મત્તાની ચોરી કરી હોવાની કબુલાત આપી છે,

ઉમરેઠના ઓડ ખાતે રહેતા નવઘણ પૂંજા તળપદા અને વિષ્ણુ મફત તળપદા તથા નડિયાદના યોગીનગર ખાતે રહેતા કિરણ વિરા તળપદા અનેક ચોરીઓમાં સંડોવાયેલા છે અને તેઓ મોપેડ લઈને ગણેશ ચોકડી પાસેથી પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને પગલે આણંદ એસઓજી અને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સંયુક્ત રીતે વોચ ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રણેયને પોલીસે ઝડપી પાડ્યા ત્યારે તેમની પાસેથી રૂપિયા એક લાખ રોકડા અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે અંગે ત્રણેય જણાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. દરમિયાન, બીજી તરફ પોલીસે તેમની સઘન પૂછપરછ કરતાં તેમણે દિવાળી અગાઉ નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ પાછળ આવેલા બંગ્લાને બાતમીના આધારે નિશાન બનાવી તેમાંથી ચોરી કરી હતી.

ત્રણેય શખ્સે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, આ સોનાના દાગીના ઓડના મહેશ પંચાલ (સોની) ને વેચ્યા હતા. જેને પગલે પોલીસે પોલીસે ત્રણેય શખ્સોને સાથે રાખીને સોની પાસેથી તેમજ ત્રણેય શખ્સ પાસેથી રૂપિયા 35.81 લાખની કિંમતના 797 ગ્રામ સોનાના દાગીના તથા 1.88 લાખની મત્તાના 3.425 ગ્રામ ચાંદીના દાગીના, 187 ગ્રામ સોનાની લગડી મળી કુલ રૂપિયા 45.95 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

ઝડપાયેલા શખ્સોમાં નવગણ પૂંજા તળપદા વિરૂદ્ધ આતંરરાજ્ય ઘરફોડ ચોરીના 22 ગુના આચર્યા છે. સાઉથ ભારતના મોટાભાગના શહેરમાં તેણે ચોરી કરી છે. કિરણ તળપદા વિરૂદ્ધ વિરૂદ્ધ નડિયાદ, અસલાલી, વસો, આણંદ સહિતના કેટલાંક શહેરોમાં ચોરી કરી છે. જ્યારે વિષ્ણુ તળપદા તેમના સાગરિત તરીકે રહેતો હતો. જે બંગ્લાને તાળું હોય તેવા મકાનને જ નિશાન બનાવતા હતા. સળીયાથી જ ગણતરીની મિનિટમાં તાળું તોડી તેઓ ચોરી કરી ફરાર થઈ જતા હતા.વધુમાં પોલીસની પૂછપરછમાં ચોરો ન માત્ર ગુજરાત, પરંતુ રાજ્ય બહાર કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ વિમાન મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું