બૂલેટ ચોરતી ગેંગ ઝડપાઈ, 4 શખ્સો માત્ર મોંઘા બૂલેટની જ ચોરી કરતા હતા અને બાદમાં...

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબુલ્યું હતું કે બૂલેટ બાઈકના લોક તોડીને  ચોરી કરતા

બૂલેટ ચોરતી ગેંગ ઝડપાઈ, 4 શખ્સો માત્ર મોંઘા બૂલેટની જ ચોરી કરતા હતા અને બાદમાં...

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાહનચોરી કરતા 4 શખ્સોને ઝડપી 21 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, આરોપીઓ ઝડપાયા બાદ સામે આવ્યું  કે ચારેય શખ્સો માત્ર મોંઘા બૂલેટની જ ચોરી કરતા હતા અને બાદમાં સસ્તી કિંમતે વેચી દેતા હતા. એટલું જ નહીં પકડાયેલા ચારેય આરોપીઓમાંથી 2 શખ્સો અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઇ ચૂકયા છે ત્યારે પોલીસે 11 જેટલા ચોરીના બૂલેટ બાઈક પણ કબજે કર્યા છે.

આરોપીઓ હનુમંત સિંઘ ઉર્ફે અને ચૌહાણ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. જ્યારે આરોપી દિનેશ ચૌહાણ નાની વયથી જ ચોરીના રવાડે ચડી પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરી કરતો જ્યારે રાહુલ ચૌહાણ નામનો આરોપી સાગરીત લક્ષ્મણ કુમાવત સાથે રહી ચોરીને અંજામ આપતા હતા.ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલી બૂલેટ ચોર ગેંગની મોડેસ ઓપરેન્ડી પણ ખુબ જ અલગ છે,

હોસ્પિટલના પાર્કિંગમાં રહેલા બૂલેટ બાઇકોની પહેલા આરોપીઓ રેકી કરતા અને બાદમાં ચારેય આરોપીઓ પોતાના પાસે રહેલા અન્ય બાઇક લઇને ચોરીના બાઈક સાથે ફરાર થઈ જતા જેથી કરી કોઈને શંકા પણ ન જાય. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબુલ્યું હતું કે બૂલેટ બાઈકના લોક તોડીને  ચોરી કરતા બાદમાં ફરાર થઈ જતા. અત્યારસુધી તેમને રાજસ્થાન અને અમદાવાદના અનેક શહેરોમાંથી બૂલેટ ચોરી કર્યા હતા. એટલું જ નહીં અમદાવાદના ચાંદખેડા,નરોડા, સાબરમતી અને ગાંધીનગર વિસ્તારમાંથી પણ અનેક બૂલેટની ચોરી કર્યાનું કબૂલી છે. ત્યારે વધુ ગુનાને ભેદ ઉકેલાય તે દિશામાં આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.