ભરબજારે આખલા યુદ્ધ, ટ્રેક્ટરચાલકે દાખવી હિમ્મત 

વિડીયો જોવા ક્લિક કરો 

Mysamachar.in-અમરેલી:

રાજ્યના મહાનગરો અને નાના તાલુકાઓ અને જીલ્લાઓ સુધી આખલાનો આતંક બની મોટી સમસ્યા બની રહ્યો છે, આવા જ વધુ એક દ્રશ્યો અમરેલીના  રાજુલા શહેરથી સામે આવ્યા છે, જ્યાં શહેરમાં અતિ ભરચક એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં આખલાએ આખો વિસ્તાર બાનમાં લીધો હતો. તાલુકા પંચાયત નજીકથી ઉભા રોડ ઉપર આખલા બાખડતા બાખડતા એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોહોચ્યા હતા. સ્થિતિ વધુ ન વણસે તે માટે એક ટ્રેક્ટર ચાલકએ હિંમત કરી આખલાના છોડાવવા માટે ટ્રેકટર દોડાવ્યું હતું અને આખલાઓને છુટા પાડ્યા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.