Mysamachar.in-જામનગર:
આજે જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2022/23નું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે મ્યુ કમિશ્નર વિજયકુમાર ખરાડીએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કર્યું હતું, ગત વર્ષ સહીત છેલ્લા કેટલાય વર્ષના બજેટના અડધા કામો અધૂરા છે તે કામો પૂર્ણ નથી થયા ત્યાં જ નવા કામો થશે તેવી વાત આજના અંદાજપત્રમાં ફરી રજુ કરાઈ છે. આજે રજુ થયેલ રૂ.853.10 કરોડના અંદાજપત્રમાં બાગ બગીચા અને રણજિત સાગરની ટિકિટ દરમાં વધારો કરવામાં આવ્યો છે, જયારે અન્ય કોઈ કર દરમાં વધારો કમિશ્નર દ્વારા સૂચવવામાં આવ્યો નથી, જાણકારો માને છે કે આ વર્ષ વિધાનસભાની ચુંટણીનું વર્ષ હોય કોઈ કરદરોમાં વધારો સૂચવવામાં આવ્યો નથી.
આગામી વર્ષ વર્ષ 2022/23ના મુખ્ય આયોજનો પર નજર કરવામાં આવે તો..
-પાણી પુરવઠા:સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ હેઠળ જામનગર શહેરની હદમાં નવા ભળેલા નગરસીમ વિસ્તારમાં તથા શહેરના બાકી રહેતા તેનું વિસ્તારોમાં નળ સે જલ યોજના અન્વયે ગોકુલનગર તથા મહાપ્રભુજી બેઠક તેમજ સમગ્ર વિસ્તારમાં મુખ્ય તથા ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક અન્વયે ડી.આઈ. પાઈપલાઈનના કામો 25 કરોડના ખર્ચે હાથ પરવાનું આયોજન છે, જે હાલે ટેન્ડર પક્રિયા હેઠળ છે,
15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ શહેરની હદમાં નવા ભળેલા નગરસીમ વિસ્તારોમાં શુદ્ધ અને પુરતા પ્રેશરથીપાણી મળી શકે તે હેતુસર નવા ભળેલા નગરસીમ વિસ્તારોમાં તેમજ અવાર-નવાર સર્જાતા લીકેજસના પ્રશ્નોનું નિરાકરણ કરવા ડી.આઈ. પાઈપ લાઈનનું કામ ૩.42 કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે, જે હાલે ટેન્ડર પક્રિયા હેઠળ છે.15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ રાજાશાહી વખતના રણજીતસાગર ડેમના સ્ટ્રેન્થનીંગ તથા અપગ્રેડેશનનું કામ 5 કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે.
-અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ (જી.યુ.ડી.એમ. 18/19) અન્વયે શહેરના નવા ભળેલા વિસ્તારો પૈકીના વો. નં. 15 અને 16ના મધુર ટાઉનશીપ થી લાલપુર બાયપાસ ચોકડી અને મારૂ કંસારા સમાજની વાડીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીના વિસ્તારોમાં સીવર કલેકશન પાઈપ લાઈન જામનગર શહેરમાં બાકી રહેતા તથા નવા ભળેલા વિસ્તારો જેવા કે, હાપા વિસ્તાર, મહાપ્રભુજી બેઠક થી ઠેબા ચોકડી સુધીનો વિસ્તાર, લાલપુર બાયપાસની આજુબાજુનો વિસ્તાર, સમર્પણ હોસ્પિટલ પાસેનો વિસ્તાર, નાઘેડી તરફ જતા રસ્તાની આજુબાજુનો વિસ્તાર, ઢીચડા રોડની આજુબાજુનો વિસ્તાર તેમજ માધાપર ભુંગા જોડીયા ભુંગા, ગરીબ નગર વિગેરે વિસ્તારોમાં સીવર કલેકશન પાઈપ લાઈન નેટવર્ક, ૫૦ એમ.એલ.ડી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૪ સીવેજ પમ્પીંગ સ્ટેશનો તથા રાઈઝીંગ મેઈન પાઈપ લાઈનના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (જી.યુ.ડી.એમ. 19/20), અમૃત-2 તથા એસ.બી.એમ 2 યોજના હેઠળ અંદાજે 300 કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે જે ગ્રાન્ટ ઉપલબ્ધિને આધિન સદરહું કામો હાથ ધરવામા આવશે.
-આંતરમાળખાકીય સુવિપાના કામો
અન્નપુર્ણ ચોકડી થી રાજકોટ રોડ પર હાપા માર્કેટીંગ યાર્ડ પાસે એલ.સી.નંબર 188 ૫૨ ટુ લેન ઓવરબ્રિજ જેએમસી પોશન રૂ. 32.40 કરોડ રેલ્વે પોર્શનના 9.94 કરોડ મળી કુલ 32.34 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે. સમર્પણ સર્કલથી વિજયનગર જકાતનાકા પર સૈનિક ભવન પાસે એલ.સી. 201 ૫૨ ટુ-લેન રેલ્વે ઓવર બ્રીજ જેએમસી પોર્શન રૂ. 33.48 કરોડ – રેલ્વે પોર્શન 5.60 કરોડ મળી કુલ 39.08કરોડના ખર્ચે બનાવવાનું આયોજન.
વિજયનગર જકાત નાકા થી નાઘેડી બાયપાસ રોડ પર હિન્દુસ્તાન એનિમલ ફીડ પાસે એલ.સી. ન. 202 ૫૨ ફોરલેન રેલ્વે અન્ડર બ્રીજ રૂા. 19.60 કરોડના ખર્ચે બનાવવાનું સાયોન
લાલપુર બાયપાસ ચોકડી પાસે ટ્રાફિક સમસ્યા તથા અકસ્માત નિવારણ અર્થે ફોરલેન ઓવર બ્રીજ રૂ।. ૧૫ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન.
અર્બન હેલ્થ સેન્ટર :અન્નપૂર્ણા ચોકડી થી હાપા માર્કેટીંગ પાર્ડ પાસે આવેલ ટી.પી. સ્કીમ નં.2, સર્વે નં. 23, ઓરીજાનલ પ્લોટ નં. 21, અંતિમ પ્લોટનં. 61માં કુલ 8811.66 ચો.મી. પૈકી 3500ચો.મી. જગ્યામા અર્બન હેલ્થ સેન્ટર 8.73 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન પણ કરેલ છે.આયોજન.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના એફોર્ડેબલ હાઉસીંગ યોજના અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર પાછળ, ગોલ્ડન સીટી પાસે ઈડબલ્યુએસ-2 ટાઈપ 544 આવાસો 50.78 કરોડ ના ખર્ચે બનાવવાનું આયોજન આગામી સાલ 2022/23માટે કુલ 503.74 કરોડના કામોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.