Mysamachar.in-જામનગર:
જામનગરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગતરાત્રીના મોરકંડા ધાર નજીક એક યુવકની માથાના ભાગે લોખંડની કોશ ઝીંકી કરપીણ હત્યા નિપજાવવાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ એલસીબી સહિતની ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ…
આ કેસમાં આરોપી મીલન રમેશભાઈ સીતાપરા પોલીસને બાતમી આપી પોલીસને ગામમા બોલાવતો હોવાની મરણજનાર સુરેશ ઉર્ફે ગડા તથા તેના મિત્રોને વાત કરેલ હોય જે બાબત આરોપી મીલનને જાણ થતા આરોપી મીલનને મરણજનાર સુરેશ ઉર્ફે ગડા સાથે બોલાચાલી ઝઘડો થયેલ જે બાબતનુ મનદુખ રાખી આરોપી મીલન તેના ઘરેથી હાથમા લોંખડની કોસ લઈ આવી મરણજનાર સુરેશ ઉર્ફે ગડો નામના 24 વર્ષીય યુવકને માથાના તથા મોઢા તથા દાઢીના ભાગે કોસના આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડતા તેનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યાના ગુન્હામાં પરિણમ્યો હતો જે બાદ પોલીસે આરોપી મીલન રમેશભાઈ સીતાપરા કોળી રહે. મોરકંડા ધાર વિસ્તાર સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે.