જીજી હોસ્પીટલના ઇન્ચાર્જ બ્રધર આનંદ દવેએ 16,400 ફુટની રૂપકુંડનું ટ્રેકીંગ સફળતાપૂર્વક પાર પાડયું

0 થી -2 ડિગ્રી ટેમ્પરેચરનું વાતાવરણ ભલભલાને હાથ ગગડાવી તેવી પરિસ્થીતીમાં

જીજી હોસ્પીટલના ઇન્ચાર્જ બ્રધર આનંદ દવેએ 16,400 ફુટની રૂપકુંડનું ટ્રેકીંગ સફળતાપૂર્વક પાર પાડયું

Mysamachar.in-જામનગર

યુથ હોસ્ટેલ ઓફ ઈન્ડીયાની ગુજરાત બ્રાંચ દ્વારા આયોજીત રૂપકુંડ (ઉત્તરાખંડ) 16,400 ફુટની ઉંચાઈએ ટ્રેકીંગનું આયોજન સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું. ભારતભરમાંથી કુલ 30 ટ્રેકર્સ આમાં ભાગ લીધો હતો. જેમાં જામનગરમાંથી આનંદ દવેએ ભાગ લઈ અને આ અશક્ય ટ્રેક પાંચ દિવસમાં સતત વરસાદ અને 0 થી -2 ડિગ્રી ટેમ્પરેચરમાં સફળતાપૂર્વક પાર પાડી અને જામનગર યુથ હોસ્ટેલનું ગૌરવ વધારેલ છે. ઉત્તરાખંડના કાઠગોડામથી શરૂ કરેલી (વાવગામ 7700 ફુટ-બેઝ કેમ્પ થી) રૂપકુંડની યાત્રા (ટ્રેક) 16,400 ફુટ કુલ પાંચ દિવસમાં 70 કિમી.ની ચડાઈ અને ઉત્તરાણ પહાડોનો પ્રવાસ ખુબ કઠીન 65 ’ સીધી ઉંચાઈનું ચડાણ, જેમ ઉપર જઈએ તેમ ઓકસીઝનની કમી, દરરોજ વરસાદ સાથે 0 થી -2 ડિગ્રી ટેમ્પરેચરનું વાતાવરણ ભલભલાને હાથ ગગડાવી તેવી પરિસ્થીતીમાં કુલ 30 માંથી 25 વ્યક્તિઓએ આ કઠીન ટ્રેક સફળતાપૂર્વક પાર પાડેલ.

આ ટ્રેકમાં ગુજરાત, દિલ્હી, ઉત્તરાખંડ, જમ્મુકશ્મીર, કર્ણાટકની ટ્રેર્કસ જોડાયેલ હતાં. ઈસરોનાં ગેઝેટેડ ઓફીસર હરીઓમ પાંડે કે જેમનો ૫ગા૨ 3.25 લાખ હતો તેઓએ પણ આ ટ્રેક 60 વર્ષે સફળતા પૂર્વક પાર પાડેલ. દરરોજ 16 થી 26 કિમી.નું સરેરાશ ચડાણ સવારે 7:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી ચડી આનંદ દવે એ પર્વતારોહણ પુરૂ કરેલું, તેઓ અનેકવિદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે, થેલેસેમીક બાળકોને દત્તક લઈ જી.જી.હોસ્પીટલમાં કાર્યરત આનંદ દવેનું ભવિષ્યનું ગોલ એવરેસ્ટબેઝ કેમ્પનું ટ્રેક પુરૂ કરવાનું છે.અત્રે ઉલ્લેખની છે કે આનંદ દવે છેલ્લા 27 વર્ષથી જામનગરની જીજી હોસ્પીટલમાં દર્દીઓની સેવામાં કાર્યરત રહી હાલ તેવો ઇન્ચાર્જ બ્રધર તરીકે ફરજ ખંતથી બજાવે છે.