સોશ્યલ મીડિયા અને દલાલોના માધ્યમથી ગ્રાહકોને સ્પા સુધી લાવવામાં આવતા, થાઈલેન્ડની યુવતીઓ પણ હતી હાજર

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો.

સોશ્યલ મીડિયા અને દલાલોના માધ્યમથી ગ્રાહકોને સ્પા સુધી લાવવામાં આવતા, થાઈલેન્ડની યુવતીઓ પણ હતી હાજર
symbolic image

Mysamachar.in-સુરત

રાજ્યના અલગ અલગ શહેરોમાં આવેલ સ્પાની આડમાં ગોરખધંધા ચાલી રહયાનું અનેક વાર સામે આવે છે, આવું જ વધુ એક કૂટણખાનું સુરત પોલીસે ઝડપી પાડ્યું છે, સોશ્યલ મીડિયાની વિવિધ સાઈટ્સ અને દલાલો મારફતે ગ્રાહકોને સ્પા સુધી લાવી અને અને થાઈલેન્ડની યુવતીઓ સાથે મજા કરવા માટે કેબીનમાં મોકલતા હતા, પોલીસે છાપો મારી થાઈલેન્ડની 3 યુવતી સહિત 7ને ઝડપી પાડ્યા છે.

સરથાણા જકાતનાકા પાસે રાજ ઇમ્પિરીયર શોપિંગ સેન્ટરમાં સ્પર્શ થાઈ સ્પા નામની દુકાનમાં કૂટણખાનું ચાલે છે. આ બાતમીના આધારે સોમવારે રાત્રે પોલીસે છાપો માર્યો હતો. ત્યાં નાની-નાની કેબિન બનાવવામાં આવી હતી. એક કેબિનમાંથી થાઈલેન્ડની યુવતી અને ગ્રાહક કઢંગી હાલતમાં મળ્યા હતા.ઉપરાંત બહાર સોફા પરથી થાઈલેન્ડની બે મહિલાઓ મળી હતી. સ્પાનો સંચાલક દક્ષેશ ખેરડિયા પણ ઝડપાયો હતો. સ્પાનો માલિક સાગર પાટીલ ઉપરાંત સ્પામાંથી ગ્રાહકો પણ મળી આવ્યા હતા.

પોલીસે સ્પામાંથી રોકડા 35 હજાર રૂપિયા, બે ફોન અને 8 કોન્ડમ કબજે કર્યા હતા. સ્પાનો માલિક સાગર ગ્રાહકો પાસેથી 2 હજાર રૂપિયા લઈ મહિલાઓને 1 હજાર રૂપિયા આપતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે થાઈલેન્ડની ત્રણેય મહિલાઓ ટૂરિસ્ટ વીઝા પર આવી હતી. હાલ પોલીસે તેમને ડિટેઇન કરી છે. સરથાણા પોલીસે આરોપીઓ સાગર અને દક્ષેશ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.