બોર્ડ GUJCET તથા JEE ADVANCED બાદ NEET માં શ્રેષ્ઠ પરિણામ ધ્વારા પોતાના સામર્થ્યને ફરી એક વાર સિધ્ધ કરતી બ્રીલીયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ

16 ઓકટોબર 2020ના રોજ NTA ધ્વારા જાહેર થયેલ NEET ના પરિણામમાં બ્રીલીયન્ટ સાયન્સ સ્કૂલનો ફરીવાર ઉત્કૃષ્ટ દેખાવ

બોર્ડ GUJCET તથા JEE ADVANCED બાદ NEET માં શ્રેષ્ઠ પરિણામ ધ્વારા પોતાના સામર્થ્યને ફરી એક વાર સિધ્ધ કરતી બ્રીલીયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ
file image

Mysamachar.in-જામનગર

બ્રીલીયન્ટ સાયન્સ સ્કુલમાં અભ્યાસ કરતી નંદા અંજલી એ 720 માર્કસ માંથી 605 માર્કસ મેળવી જવલંત સફળતા પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત 550 થી વધુ માર્કસ મેળવનાર 02 વિધાર્થીઓ 500 થી વધુ માર્કસ મેળવનાર 05 વિધાર્થીઓ તથા 450 થી વધુ માર્કસ મેળવનાર 10 વિધાર્થીઓએ પોતાના પરિણામ ધ્વારા બ્રીલીયન્ટ સાયન્સ સકુલનું ના ઝળહળતા અક્ષરે સ્થાપિત કર્યું છે. વિધાર્થીઓની આ સફળતા બદલ બ્રીલીયન્ટ સાયન્સ સ્કુલ વતી રાજેશ વડોદરિયા (કેમેસ્ટ્રી), દિગ્વિજયસિંહ જેબલિયા (ફીઝીકસ) તથા હેમલ કીરતસારા(બાયોલોજી) હર્ષની લાગણી અનુભવે છે. તથા વિધાર્થીઓને અભિનંદન પાઠવે છે.

છેલ્લા 31 વર્ષથી ટીમવર્ક ધ્વારા સર્વોતમ પરિણામ આપતી બ્રીલીયન્ટ ગ્રુપ ઓફ સ્કુલના ચેરમેન અશોકભાઈ ભટ્ટના શબ્દોમાં કહીએ તો વિધાર્થીઓની સફળતા એજ અમારું લક્ષ્ય સતત વિધાર્થીઓને તથા બ્રીલીયન્ટ સાથે જોડાયેલા સ્ટાફ મેમ્બર્સ અને વાલીઓ પ્રત્યે હંમેશા હકારાત્મક વલણ દર્શાવતા મેનેજીંગ ડાયરેકટર ઉષ્મીતાબેન ભટ્ટ નો ફાળો પણ ઉલ્લેખનીય છે. વિધાર્થીઓના કારકિર્દી ઘડતર માટે સતત પ્રયત્નશીલ ટ્રસ્ટી મૌલિકભાઈ પણ આ તકે વિધાર્થી ને અભાનંદન પાઠવે છે.