પોતાના વિભાગના કર્મચારી પાસે માગી લાંચ..થઇ એસીબી ટ્રેપ અને ઝડપાઈ ગયો 

એસટી ડીવીઝનના ડીવીઝન કંટ્રોલરને એસીબીએ 10,૦૦૦ લેતા ઝડપી પાડ્યો 

પોતાના વિભાગના કર્મચારી પાસે માગી લાંચ..થઇ એસીબી ટ્રેપ અને ઝડપાઈ ગયો 

Mysamachar.in-વલસાડ:

અરજદાર તો અરજદાર પણ પોતાના વિભાગના કર્મચારીઓનું કામ કરવા માટે પણ અધિકારીઓ કેટલી હદે જઈ અને લાંચ માંગી શકે તેનો પુરાવો સામે આવ્યો છે, અને આ અધિકારી એસીબીના સકંજામાં આવી ચુક્યો છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વલસાડ વિભાગ વિભાગીય કચેરીમાં આવેલ ડી.સી.ની ચેમ્બરમાંથી ખુદ ડીવીઝનલ કંટ્રોલર જ લાંચ લેતા ઝડપાઈ ચુક્યા છે,

આ કેસની વિગત એવી છે કે આ કેસમાં  ફરીયાદી તથા તેમના સહ કર્મચારીની ખાતાકીય તપાસ દિલીપકુમાર વાઘજીભાઇ ચૌધરી, ડિવીઝનલ કંટ્રોલર, વિભાગીય નિયામક એસ.ટી. વિભાગીય કચેરી, વલસાડ, વર્ગ- 2 ચલાવતા હોય, જે ખાતાકીય કેસની પતાવટ કરી આપી ઓછામાં ઓછો દંડ કરવાના અવેજ પેટે તેને ફરીયાદીના રૂપિયા પાંચ હજાર તથા તેમના સહ કર્મચારીના રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા 10,000 ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો  સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી ડીવીઝનલ કંટ્રોલરે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી 10,000 ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે.