ઇન્ચાર્જ DMCની બ્રાંચ કર્મચારીઓના કપાત-એડવાન્સના હિસાબ જ આપતી નથી..

“વામનની વિરાટ ઓથ”

ઇન્ચાર્જ DMCની બ્રાંચ કર્મચારીઓના કપાત-એડવાન્સના હિસાબ જ આપતી નથી..

Mysamachar.in-જામનગર:

જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ DMC હેઠળની મેઇન-એસ્ટા વગેરે બ્રાંચો કર્મચારીઓના કપાત-એડવાન્સ વગેરે હિસાબોમાં ખુબ અનિયમીત હોવાનું બહાર આવ્યું છે,વર્ષોથી ઇન્ચાર્જ DMCની નીચેની બ્રાંચોમાં અનિયમીતતા, બેદરકારી,ગેરરીતી,હિસાબી અનિયમિતતાઓ વગેરે સામે આવે છે,અને તમામને વિરાટ ઓથ છે,ત્યારે ઓડીટ પેરાઓને પણ ધોળીને પી જવામા આવ્યાનું ઓડીટ રિપોર્ટ પરથી તારણ નીકળે છે,


૭૦૦થી વધુ કાયમી-રોજમદાર કે ફીકસ પગારદાર અધિકારીઓ -કર્મચારીઓમાંથી અસંખ્યની અનેક કારણોસર કપાત હોય,ઇન્ક્રીમેન્ટ અટકાવ્યા હોય,દંડ વગેરે હોય તસલમાત સરભર કરવાની હોય આવી અનેક બાબતો પગાર બીલ વખતે ઘ્યાને લેવાની ફરજીયાત હોય છે,પરંતુ વામનની ઓથના કારણે તમામ ઓ.એસ. મોટાભાગના કર્મચારીઓની માલ હિસાબી બાબતે બેદરકારી દાખવે છે,માટે ઇન્ચાર્જ DMC તો જવાબદાર છે સાથે ઓ.એસ. એટલે કે,કચેરી અધિક્ષક પણ એટલા જ જવાબદાર છે,અમુક કચેરી અધીક્ષકને નોટીસો પણ ફટકારાયેલી છે,


મોટાભાગે હિસાબમાં ગેરરીતી કરનારી આ શાખાની વિચીત્રતા એ છે કે અમુક કર્મચારીઓને પેન્શનમાં લાંબા કરી દે છે, અમુકના પગાર ટલ્લે ચઢાવે છે,અમુકમાં પગારમાં ખુબ વિલંબ કરાવે છે,અમુકને બિનજરૂરી કપાત કરાવે છે,અને ટુંકમાં માનીતાઓને લ્હાણી અને અણમાનીતાઓને રાજ્યની (અ) નિતિ અખત્યાર થાય છે.

ઓડીટે નોંઘ્યુ છે કે,૭૦ જેટલી વાહન લોનના પ્રકરણો છે,જેમાં લોન મંજુર થઇ હોય અપાઇ ગઇ હોય લોનની રકમ મળી ગઇ હોય બાદની કાગળો કબ્જે રાખવા-હપ્તા વસુલવા વગેરે બાબતે કંઇ દરકાર જ કોઇ લેતુ નથી.અમુક તો માત્ર વાહન લોન પેટે એડવાન્સ અપાયાના કિસ્સા છે,બાદમાં તેની કોઇ ચોખવટ સરભર કે એવું કંઇ થતુ નથી,સંખ્યાબંધ કર્મચારીઓના વર્ષોથી L.T.C ના પ્રકરણો, એરિયર્સના પત્રકો, પ્રોવિન્ડ ફંડ કપાત, મળવાપાત્ર ભથ્થાઓ સહિતના મુદે આ બ્રાંચની કોઇ પારદર્શીતા નથી અને દસ્તાવેજો સાથે-હિસાબ અને પગાર પત્રક રજૂ કરાતા નથી.તે અંગે સંખ્યાબંધ ઓડીટ પેરા ફટકારાયા છે,

છતાં આ બ્રાંચે કોઇ દરકાર જ કરી નથી.આમ  કોર્પોરેશનને નાણાકીય નુકસાન પણ થાય છે,ચોક્કસ અને પાળેલા પોષેલાને થાબળ ભાણા અને નગમતાઓને હેરાનગતિનો અસંતુલીત અભિગમ કોર્પોરેશનના જાણકારોમાં ખુલ્લેઆમ ચર્ચાય છે,પરંતુ કોઇ તેની સામે પગલા લેતુ જ નથી...


કર્મચારી-અધિકારીઓની નોટીસ-સસ્પેન્સનમાં છેડછાડ

કર્મચારીઓ-અધિકારીઓની બાબત એવી છે કે, ૬૦% સ્ટાફ એક કે બે વખત સસ્પેન્ડ થયેલ છે,સંખ્યાબંધને નોટીસો મળેલી છે, અનેકને ચાર્જશીટ મળે છે.આ તમામ બાબતોએ અનેક શરતો ફાઇલ ઉપર નોંધાયેલી હોય છે,દરમિયાન કોર્પોરેશનનો કહેવાતો વામન આવા,ભોગ બનેલાઓ પાસેથી જંગી લાભ લઇ તેની સામેની ફાઇલ કલીયર કરાવે છે,છેડછાડ કરે છે,સ્લમના એક ઉચ્ચ અધિકારીએ વામનની મદદથી ચાર્જશીટ સમગ્ર ગુમ કરાવી દીધુ છે,ફરીથી કોઇ જહેમત કરે તો ઘણા પર્દાફાશ થાય તેમ છે.