જામનગરના યુવાનનુ બ્રેઈન ડેડ, શરીરના 5 અંગોનું કરવામાં આવશે દાન

રાજકોટ ખાતેથી થશે કાર્યવાહી 

જામનગરના યુવાનનુ બ્રેઈન ડેડ, શરીરના 5 અંગોનું કરવામાં આવશે દાન
file image

Mysamachar.in-જામનગર

જામનગરના પંચવટી વિસ્તારમાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક દીપક ત્રિવેદીનું બે દિવસ પૂર્વે પડી જતા તેને માથામાં ઈજાઓ પહોચતા વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.બ્રેઇનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા પોતાના પૂત્રના 5 અંગોના દાનનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. દીપક બે બહેનોના એક ના એક ભાઈ હતો,

દીપક ત્રિવેદી બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેના હૃદય સહીતના 5 અંગોનું થશે દાન કરી અન્યના જીવનમાં અજવાળું પાથરવાનો મોટો અને સરાહનીય નિર્ણય પરિવારજનોએ લીધો છે. દીપક ત્રિવેદીના હૃદયનું દાન એક વ્યક્તિને આપશે નવજીવન જે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં આ કાર્યવાહી થશે..જયારે અમદાવાદની અન્ય એક ખાનગી હોસ્પિટલમાં જરૂરી દર્દીને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ તો અન્ય દર્દીઓને 2 કિડની જયારે આઇબેન્કમાં આંખોનું અનુદાન કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયા માટે ગ્રીન કોરિડોર સહિતની વ્યવસ્થા રાજકોટ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.