આ બે વૈભવી કારના એસી બોક્સમાંથી મળી આવી બોટલો

પોલીસે બન્ને કાર કબજે લીધી

આ બે વૈભવી કારના એસી બોક્સમાંથી મળી આવી બોટલો

Mysamachar.in:સુરત

ગુજરાતમાં દારૂબંધી છે એટલે લોકો એવી એવી જગ્યાએ દારુ છુપાવે છે કે ક્યારેક તો પોલીસ પણ વિચારતી થઇ જાય...સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વેસુમાં 45 લાખની બે લક્ઝરિયસ કારના એસી બોક્સમાંથી 1.63 લાખનો વિદેશી દારૂ શોધી કાઢી પોલીસે 3 લોકો સામે કાર્યવાહી કરી છે. મધ્યપ્રદેશથી મિત્રની કારમાં દારૂ લઈ લાવ્યા હતા. પોલીસે 30 લાખની મર્સિડીઝ અને 15 લાખની થાર જીપ, ફોન સહિત 46.88 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

વેસુ વિલા ફાર્મ હાઉસ તરફના રસ્તા પર બે કારમાં દારુ હોવાની પોલીસને માહિતી મળતાં 19મીએ મોડી સાંજે રેડ કરી હતી. દરમિયાન મર્સિડીઝ કારમાં તપાસ કરતા એસીના બોક્ષમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. નજીકમાં થાર કારમાં તપાસ કરતા તેમાંથી પણ વિદેશી દારૂ મળી આવતા પોલીસે બન્નેના ચાલકોને ઝડપી પાડી વધુ તપાસ તજવીજ હાથ ધરી છે.