બોલેરોનું ટાયર ફાટ્યું, અલ્ટો સાથે ટકરાઈ, 2 ના થયા મોત 

અહી બની છે આ ઘટના 

બોલેરોનું ટાયર ફાટ્યું, અલ્ટો સાથે ટકરાઈ, 2 ના થયા મોત 

Mysamachar.in-રાજકોટ:

દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ગતરાત્રીના જામનગરના ધ્રોલ નજીક પટેલ ટ્રાવેલ્સની બસે એક બાઈક સવારને અડફેટ લેતા બે ના મોત થયાની ઘટના કલાકો પહેલાની જ છે ત્યાં જ આજે સવારે ગોંડલ નજીક અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોંડલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજીવાળાની GJ14X 9781 બોલેરો જીપ શાકભાજી ભરીને જઈ રહી હતી, ત્યારે મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે જીપનું ટાયર ફાટ્યું હતું. એને કારણે ચાલકે કાબૂ ગુમાવતાં સામેથી આવી રહેલી અલ્ટો કાર GJ01KD 2755ને ધડાકાભેર અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.બે લોકોના કરુણ મોત નીપજ્યાં છે.બન્ને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતના બનાવને પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.