Mysamachar.in-જામનગર:
જામનગરના ઠેબા ચોકડીથી ખીજડીયા બાયપાસ તરફ જતા રસ્તા પર આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ટ્રક અને બોલેરો પીકઅપવાન વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જયારે બાળકી સહીત બે ના મોત થયાનું સામે આવી રહ્યું છે.ઘાયલોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી પ્રાથમિક વિગતો મુજબ નવા ધુણીયાથી ઝીંઝુડા ગામે દરગાહે દર્શન કરવા જતી વેળાએ બોલેરો પીકઅપ જેમાં એક જ પરિવારના 6 જેટલા લોકો સવાર હતા તે ટ્રકમાં ઘુસી જતા એક મહિલાનું સ્થળ પર જયારે એક બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે.મૃતક માતા અને પુત્રી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.આ અકસ્માત મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.