Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં થી ડીગ્રી વગર દવાખાનું ચલાવતા તબીબને આરોગ્યવિભાગ નહિ પણ પોલીસે ઝડપી પાડ્યો છે, ભાણવડના વેરાડનાકા પાસેથી રહેમતુલ્લા અબ્બાસભાઇ હીંગોરાને ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ હેઠળ ગુજરાત મેડીકલ કાઉન્સીલનુ કોઇ માન્ય સર્ટીફીકેટ ધરાવતા ન હોવા છતા સારવાર કરાવવા આવતા દર્દીઓ ની અનઅધિકૃત રીતે સારવાર કરી રહેલ હોય ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.