જે મહિલાની કાલાવડ નજીકથી મળી હતી લાશ તેની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો....

હત્યા પાછળ આ છે કારણ...

જે મહિલાની કાલાવડ નજીકથી મળી હતી લાશ તેની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો....
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ફગાસ ગામથી માછરડા ગામ તરફ જવાના માર્ગ પર કોહવાઈ ગયેલો અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવતા મળી આવેલ મહિલાની લાશ મામલે બે પ્રેમીઓએ હત્યા નિપજાવ્યાનો ઘટસ્ફોટ થયો છે, જે બાદ મૃતકની પુત્રીની ફરિયાદ પરથી બે શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે,કાલાવડ તાલુકાના ફગાસ ગામથી માછરડા ગામ તરફ જવાના માર્ગ પર ત્રણ કિ.મી. દૂર માઈલસ્ટોનના પથ્થરથી આશરે 300 ફૂટ દૂર કોઇ 30 થી 35 વર્ષની અજાણી મહિલાનો કોહવાઈ ગયેલો મૃતદેહ પડયો હોવાની રીક્ષાચાલક સતુભા ટેમુભા જાડેજા દ્વારા જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચીને કોહવાઇ ગયેલી ઓળખ ન થાય તેવી લાશ મળી આવી હતી.

જે બાદ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતદેહ સબીનાબેનનો હોવાની તેની પુત્રી તસ્લીમબેને કરી હતી તેમજ મૃતક સબીનાબેન (ઉ.વ.40) નામની મહિલા રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામમાં રહેતી હોવાનું અને તેણીને ઉપલેટાના જ ભીખા મગન કોળી સાથે 10 વર્ષથી અને કાળુ પ્રેમજી કોળી સાથે 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ આ પ્રેમ સંબંધ મહિલાને રાખવો ન હતો. જેથી બન્ને પ્રેમીઓ તેની પ્રેમીકા સબીનાબેનને અવાર-નવાર પ્રેમસંબંધ માટે હેરાન કરી પ્રેમસંબંધ રાખવા માટે મજબુર કરતાં હતાં પરંતુ મહિલા પ્રેમીઓની વાત ધ્યાને લેતી ન હતી. જેથી ભીખા મગન કોળી (રહે. ઉપલેટા જી. રાજકોટ) અને કાળુ પ્રેમજી કોળી (રહે. તલંગાણા તા.ઉપલેટા જી. રાજકોટ) નામના બન્ને શખ્સોએ આ પ્રેમ સંબંધને કારણે સબીનાબેનને ગળેટુંપો આપી હત્યા નિપજાવ્યાની મૃતકની પુત્રી તસ્લીમબેને ફરિયાદ નોંધાવી હતી.મૃતકની ગોંડલ તાલુકાના મોટા દડવામાં રહેતી તસ્લીમબેન સોહીલ સંધી નામની પુત્રીની ફરિયાદના આધારે બે શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.