3 દીકરી અને પત્નીની હત્યા નીપજાવનારે પોતે પણ આપઘાત કરી લીધો

થોડાદિવસો પૂર્વે બની હતી ઘટના

3 દીકરી અને પત્નીની હત્યા નીપજાવનારે પોતે પણ આપઘાત કરી લીધો
file image

Mysamachar.in-કચ્છ

થોડા દિવસ પૂર્વે ભુજ જીલ્લાના માંડવી તાલુકાના જખણિયા ગામે પત્નીને ઝેર પીવડાવી 3 માસૂમ પુત્રીઓની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી લાપત્તા થયેલાં પિતા શિવજી ઊર્ફ જખુ પચાણએ પણ આત્મહત્યા કરી લીધી લીધી છે. ઘરના મોભી પત્ની અને ત્રણ માસુમ બાળકોની હત્યા નીપજાવી આરોપીએ ગળે ફાસો ખાઈ આપધાત કરી લીધો છે. માંડવી તાલુકાના જખણીયા ગામે ઘરના મોભીએ પતિ અને તેમની ત્રણ પુત્રીની હત્યા નિપજાવી આરોપી પિતા ફરાર થઈ હતો. માંડવીના મોટા આસંબિયા ગામના સીમાડે વિગોઠી ડેમના ઓગન નજીક ગાંડા બાવળની ઝાડીમાં જખુનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે માંડવી પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. મૃતક શિવજી ઊર્ફે જખુએ બુધવારે 21મી ઓક્ટોબરે ઘરમાં પહેલા પત્ની ઝેર પીવડાવી હત્યા કરી બાદમાં ત્રણ માસુમ દીકરીને તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકી હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. જખણીયા ગામે સામુહિક હત્યા બનાવ પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.