જામનગર મેડીકલ કોલેજના છાત્રનો મૃતદેહ મળ્યો

પોલીસ કરી રહી છે વિશેષ તપાસ

જામનગર મેડીકલ કોલેજના છાત્રનો મૃતદેહ મળ્યો

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં આવેલ એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં રહી અને ફર્સ્ટ યાર MBBS સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરતા મૂળ ગાંધીનગરના સેજાન બાબુભાઈ મન્સૂરી નામના વિદ્યાર્થીનો મૃતદેહ  મળી આવતા પોલીસે તપાસ આરંભી છે, પ્રથમ દ્રષ્ટિએ મૃતકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોય શકે છે,ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સીટી બી ડીવીઝન પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.ડીન ડો.નંદીની દેસાઈના જણાવ્યા પ્રમાણે આ વિદ્યાર્થીના કોઈ નજીકના વ્યક્તિના અવસાનના સમાચાર મળ્યા બાદ તે ડીસ્ટર્બ થયો હતો અને તે કારણે જ કોઈ અન્ય કારણે આ પગલું ભર્યું તે પોલીસ તપાસનો વિષય છે.