ઝાડ પર લટકતી યુવક અને યુવતીની લાશ મળી
જામનગર નજીકની ઘટનામાં પોલીસ દ્વારા તપાસ

Mysamachar.in-જામનગર
જામનગર નજીક રણજીતસાગર રોડ પર નારણપુર નર્સરી પાસે આજે સવારે નિર્જન વિસ્તારમાં એક યુવક અને એક યુવતીની ઝાડ પર લટકી રહેલ લાશને જોઇને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરુ કરી છે.આ બન્ને કોણ છે.? અને ક્યા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.સ્થળ પર પહોચેલી પોલીસ પાસેથી જાણવા મળ્યા મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમસબંધમાં આ પગલું ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, મૃતક બન્ને દરેડના એક કારખાનામાં ક્રિષ્ના અને સંજય પઢીયાર સાથે જ કામ કરતા હતા, યુવતી પોરબંદર જીલ્લાની વતની હોવાનું સામે આવે છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.