Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ દરિયો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, અને ભૂતકાળમાં આ દરિયામાં સોમાલિયન ચાંચિયાઓ, પાકિસ્તાની બોટો, ડ્રગ્ઝ વગેરે પણ મળી ચુક્યા છે, એવામાં સ્થાનિક લગત તંત્રોની ગંભીર કહી શકાય તેવી ભૂલ સામે આવી છે, દ્વારકા જીલ્લા એસઓજી ટીમે સલીમભાઇ અબુબકરભાઇ દાઉદ ભાયા રહે. સલાયા જુબેદા ઇકબાલ બેલાઇ રહે. સલાયા સામે ગુન્હો નોંધાતા આ ગંભીર બાબત ઉજાગર થઇ છે,
બન્ને આરોપીઓએ પૂર્વે યોજીત કાવતરૂ રચી અલ પીર એ ગોસ નામની બોટ ન હોવા છતા પણ અલ પીર એ ગોસ નામનુ ખોટા વેચાણ કરારના સોગદનામા દસ્તાવેજ કરી અન્ય બોટમા અલ પીર એ ગોસના નામનુ બોર્ડ લગાવી અને ફીશરીજ વિભાગમા એ બોટ પોતાના નામે કરવા સારૂ અરજી કરી ખોટી માહીતી આપી ખોટા નામની બોટથી માછીમારી બોટ દ્રારા બે માસ સુધી માછીમારી કર્યાનું સામે આવતા હવે છેક બે માસે આ મામલે ગુન્હો નોંધાયો છે.