જિલ્લાના વધુ એક યાર્ડ પર ભાજપનો કબ્જો યથાવત

કોંગ્રેસના સુપડા સાફ

જિલ્લાના વધુ એક યાર્ડ પર ભાજપનો કબ્જો યથાવત

mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં સહકારી ક્ષેત્રમાં ધ્રોલ-જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પર ભાજપના સહકારી આગેવાનોએ કબ્જો મેળવ્યા બાદ આજે જોડીયા માર્કેટીંગ યાર્ડનું પરિણામ આવતા કોંગ્રેસ પ્રેરિત         પેનલના સુપડા સાફ થઈ ગયા છે અને ફરીથી જોડીયા યાર્ડ પર ભાજપના સહકારી આગેવાનોએ કબ્જો   જાળવી રાખવામા સફળ રહ્યા છે,

જોડીયા માર્કેટિંગ યાર્ડમાં આજે પરિણામ આવતા ખરીદ-વેંચાણ સંઘની બે બેઠકો  ભાજપના ફાળે ગઇ છે સંઘની બેઠક પર જોડીયા યાર્ડના પૂર્વ ચેરમેન ધરમશીભાઈ ચનીયારા  સહિત બે વિજેતા જાહેર થયા છે અને વેપારી વિભાગની ચારેચાર બેઠકો પર અને ખેડૂત વિભાગની આઠ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલે વિજય મેળવીને જોડીયા યાર્ડ પર કબ્જો યથાવત રાખ્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.