જામજોધપુર યાર્ડ પર ભાજપનો કબજો,ચીમન શાપરીયા નો હાથ રહ્યો ઉંચો...

કોંગ્રેસના સુપડા સાફ

જામજોધપુર યાર્ડ પર ભાજપનો કબજો,ચીમન શાપરીયા નો હાથ રહ્યો ઉંચો...

mysamachar.in-જામનગર:

આમ તો સહકારીક્ષેત્રમા પ્રત્યક્ષ રીતે રાજકીયપક્ષો જોડાયેલા હોતા નથી પણ પરોક્ષ રીતે કયાક ને કયાંક રાજકારણ સંકળાયેલ હોય છે,તે બધા જાણે છે,એવામાં જીલ્લાની જામજોધપુર માર્કેટિંગ યાર્ડની ટર્મ પૂર્ણ થતા ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી અને મતદાન ગઈકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયા બાદ આજે મતગણતરી યોજવામાં આવી હતી,જેમાં વધુ એક વખત ભાજપ પ્રેરિત પેનલોનો વિજય થતા કોંગ્રેસની યાર્ડ પર ધોબીપછડાટ ખાવાનો વારો આવ્યો છે,

પૂર્વકૃષિમંત્રી ચીમન શાપરીયા પ્રેરિત ભાજપની પેનલો વિજય જયારે વર્તમાન ધારાસભ્ય ચિરાગ કાલરીયા પ્રેરિત કોંગ્રેસની પેનલો નો કારમો પરાજય થયો છે,વેપારી વિભાગમાં થી ચારેય બેઠકો ભાજપ પ્રેરિત પેનલને ફાળે ગઈ હતી,અને ખરીદ વેચાણ સંઘની બે બેઠક પણ ભાજપને ફાળે ગઈ હતી,જયારે ખેડૂત વિભાગની આઠ બેઠકોમાં થી ભાજપ પ્રેરિત પેનલએ સપાટો બોલાવી ને સાત બેઠકો કબજે કરી હતી,જયારે એક બેઠક અપક્ષ પ્રેરિત પેનલ ને ફાળે ગઈ હતી,

વિજેતા થયેલાઓ મા વેપારી વિભાગમાં થી પૂર્વ કૃષિ મંત્રી ચીમન શાપરીયા,અને ખેડૂત વિભાગમાંથી પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા વિજેતા થયા હતા અને આમ વધુ એક વખત જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પર ભાજપનો ભગવો લહેરાયો છે.