ભાજપના જ સાંસદ બોલ્યા કે આખા ગુજરાતનું શિક્ષણનું સ્તર નીચુ, મારી પાસે પુરાવા છે 

વધુમાં સાંસદ બોલ્યા કે...

ભાજપના જ સાંસદ બોલ્યા કે આખા ગુજરાતનું શિક્ષણનું સ્તર નીચુ, મારી પાસે પુરાવા છે 
file image

Mysamachar.in-ભરૂચ:

રાજ્યના ભરૂચ જીલ્લાના સાંસદ મનસુખ વસાવા આખાબોલા અને સાચી વાત કહેવા માટે અવારનવાર ચર્ચાઓમાં આવતા રહે છે, તેવો જાહેરમંચ પરથી પણ સત્ય કહેતા ક્યારેય ખચકાતા નથી તેવોએ વધુ એક વખત એવી વાત કરી કે તેવો ફરી ચર્ચામાં આવ્યા છે.સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા સમયે તેમણે જણાવ્યું કે નર્મદા સહિત રાજ્યભરનું શિક્ષણનું સ્તર નીચે ગયું છે. શિક્ષણ સ્તર નીચે પહોંચ્યું હોવાના મારી પાસે પણ પુરાવા છે. ગુજરાતમાં હવે ગણેલા લોકો જ IAS અને IPS બને છે. ગુજરાતમાં હાલમાં પ્રમોશનથી અધિકારીઓ IPS બન્યા છે. સાથે જ તેમણે બેંક વિશે જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલી બેંકના મેનેજર પણ અન્ય રાજ્યના છે. મોટા ભાગની બેંકમાં ગુજરાતી વ્યક્તિ જોવા મળતા નથી. મોટા ઉદ્યોગમાં આવેલ કિપોસ્ટ પર પણ એક ગુજરાતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

સાથે જ તેમણે કહ્યું કે કિપોસ્ટનો પગાર કલેક્ટર કરતા પણ વધુ હોય છે. સર્વે કર્યા બાદ આ જાણકારી મળી કે, કિપોસ્ટ પર એક ટકો ગુજરાતી પણ નથી..રાજપીપળામાં યોજાયેલ શાળાના બાળકોના કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં સાંસદ મનસુખ વાસવાનું મોટું નિવેદન સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી રહ્યું છે. રાજ્યના શિક્ષણના સ્તર મામલે સાંસદ મનસુખ વસાવાએ અનેલ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના કેટલા લોકો મને બીજી રીતે ચીતરે છે, મને સારો ગણતા નથી. સત્ય કહેવું, સાચી વાત કરવી એ મર્દાનગી છે, હું વિદ્યાપીઠમાં શીખ્યો હતો. નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે, આખા ગુજરાતનું શિક્ષણનું સ્તર નીચું છે, મારી પાસે એના પુરાવા છે.

સાંસદ મનસુખ વસવાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળેલું છે, તેનો પુરાવો એ છે કે ડાયરેકટ IPS, IAS અધિકારી ગુજરાતના ગણ્યા ગાંઠ્યા લોકો જ બને છે. ગુજરાતમાં ઘણા IPS, IAS અધિકારી છે તેમની હું ટીકા કરતો નથી પણ તેઓ પ્રમોશનથી બન્યા છે. મને ઈર્ષા નથી, અદેખાઈ પણ નથી પણ ગુજરાતમાં બેંકોમાં મેનેજર અધર સ્ટેટના છે. તેમણે ઉમેર્યું હતું કે, રેલવેની ભરતીમાં ગુજરાતના ગણ્યા ગાંઠ્યા લોકો જ આવે છે, ONGC ની પરીક્ષામાં પણ અધર સ્ટેટના લોકો જ હોય છે. એમાં પણ ગુજરાતના લોકો હોતા નથી.

ગુજરાતમાં મોટા ઉદ્યોગો આવેલા છે. તેમાં પણ કિપોસ્ટ પર એક ટકો પણ ગુજરાતી નથી. મેં સર્વે કર્યું છે. ગુજરાતમાં આવેલ ઉદ્યોગોમાં કિપોસ્ટના અધિકારીઓનો પગાર પણ કલેકટર કરતા પણ ઉંચા હોય છે. વસાવાએ વધુમાં જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં બેંકોમાં રેલવેમાં દરેક ક્ષેત્રે બધા જ લોકો જોવા મળશે, પણ ગુજરાતમાં ગુજરાતીઓ ગણ્યા ગાંઠ્યા જોવા મળે છે. હું ગુજરાતીઓની ટીકા નથી કરતો પરંતુ જે સાચું છે એ કહેવું પડે છે.