ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણુક માટે નો રીપીટ થિયરી અમલી કરી
જેને તક ના મળી હોય તેને જ તક આપવાની થીયરી પણ આગળ વધશે ભાજપ

Mysamachar.in:ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટી દરવખતે કઈક નવું કરવા માટે જાણીતી પાર્ટી છે, અને તે એવો આંચકો આપે છે કે કેટલાયના સપનાઓ ચકનાચૂર થઇ જાય છે, હવે ગણતરીના જ દિવસોની વાર છે કે જામનગર સહીત રાજ્યની જે મહાનગરપાલિકાઓ, જીલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો વગેરેમાં જે મુખ્ય હોદેદારોની ટર્મ પૂર્ણ થઇ રહી છે, તેને સ્થાને નવા હોદેદારોને સ્થાન આપવાની ઘડીઓ ગણાઈ રહી છે સૌએ પોતાની રીતે લોબિંગ ચાલુ કરી દીધા છે, ત્યારે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ સંબોધી અને હોદેદારોની નિમણુંકોમાં નો રીપીટ થીયરીની અમલવારી કરવામાં આવશે તેમ સ્પષ્ટ કર્યું છે.
ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ભાજપની પરંપરા મુજબ પ્રક્રિયા થઈ છે. જે મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયુક્તિને લઈ નો રિપિટ થીયરી અપનાવવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ નિર્ણય કરાયો છે. નો રીપિટની પદ્ધતિ અપનાવવામાં આવી છે. જનરલ બેઠક પર જનરલ કેટેગરીના લોકોની જ નિમણૂક થશે. ગુજરાતમાં લોકોને સારો વહીવટ આપવાનો પ્રયાસ થશે. અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે.
આ ઉપરાંત સી.આર.પાટિલે કહ્યું, 1500 જેટલા પદો માટે જવાબદારી સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરેક જિલ્લામાં 3 નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓની સિનીયોરીટી આવડત સહિતની બાબતોને ધ્યાને પદાધિકારી તરીકેની તક આપવામાં આવશે.પાટીલે વધુમાં કહ્યું કોર્પોરેટર તરીકે અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે, જેના કારણે નવા કોર્પોરેટરોને તક મળવાની વધુ શક્યતા છે. પાટીલે વધુમાં કહ્યું કે દરેક કાર્યકરની સિનિયોરિટી, આવડત, આક્ષેપ વગેરેને ધ્યાનમાં લેવાશે. કાર્યકર વિરુદ્ધ થયેલા આક્ષેપની ચકાસણી કરવામાં આવશે. આજે ગુજરાત ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં પારદર્શીરીતે આ અંગે મંથન કરવામાં આવશે.