દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

1 બેઠક અગાઉ જ બિનહરીફ થઇ ચુકી હતી..

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

જામનગર જીલ્લા પંચાયત બાદ પાડોશી જીલ્લા એવા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે, આજે જાહેર થયેલા પરિણામોમાં દ્વારકા જીલ્લા પંચાયતની કુલ 22 બેઠકમાંથી 12 બેઠકો ભાજપને ફાળે રહી છે જયારે 10 બેઠકો કોંગ્રેસને ફાળે રહી છે, એટલે હવે સતારૂઢ ભાજપ થશે તે વાત સ્પષ્ટ થઇ ચુકી છે, વિજેતા થયેલા ઉમેદવારોની યાદી પર નજર કરવામાં આવે તો બજાણા બેઠક પરથી વેજીબેન કરમુર કોંગ્રેસમાંથી, ભાડથર બેઠક પર રેખાબેન પીંડારિયા ભાજપમાંથી, ભાટિયા બેઠક પરથી અરવિંદ આંબલીયા કોંગ્રેસમાંથી, ભોગાત બેઠક પરથી જશુબેન ચાવડા ભાજપમાંથી, ચારબારા બેઠક પરથી રિદ્ધિબા જાડેજા ભાજપમાંથી, ધરમપુર બેઠક પરથી સંજય નકુમ ભાજપમાંથી, ધતુરિયા બેઠક પરથી વિક્રમ કંડોરિયા કોંગ્રેસ,

ઢેબર બેઠક પરથી મનીષા મારું કોંગ્રેસ, હર્ષદપુર બેઠકપરથી રમાબેન ગોરિયા કોંગ્રેસ, કલ્યાણપુર બેઠક પરથી રંભીબેન કણજારીયા કોંગ્રેસ, લાંબા બેઠક પરથી રણમલ માડમ ભાજપ, મીઠાપુર બેઠક પરથી ગીતાબેન માણેક ભાજપ, મોટા કાલાવડ બેઠક પરથી કે.ડી.કરમુર કોંગ્રેસ, નંદાણા બેઠક પરથી લાભુબેન ચાવડા ભાજપ, રાણ બેઠક પરથી લખમણ નકુમ કોંગ્રેસમાંથી, સનખલા બેઠક પરથી રાજીબેન મોરી ભાજપ, શક્તિનગર બેઠક પરથી જીતેન્દ્ર કન્જારીયા ભાજપ, વડત્રા બેઠક પરથી અનીલ ચાવડા ભાજપ, વાડીનાર બેઠક પરથી ગુલમામદ ખીરા કોંગ્રેસ, વરવાળા બેઠક પરથી જેઠા હથીયા ભાજપ, વેરાડ બેઠક પરથી દામજી સિહોરા કોંગ્રેસમાં થી વિજેતા થયા છે. આ ઉપરાંત બરડિયાની એક બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ હતી.