જન્મ અને મરણના પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે 

હવે લાઈનમાં ઉભા રહેવાનું ટૂંકસમયમાં બંધ થશે 

જન્મ અને મરણના પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે 

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતમાં હાલ ચાલી રહેલી કોરોનની મહામારી વચ્ચે અનેક દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા છે. ત્યારે લોકોએ મરણના દાખલા માટે પણ કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારે ગુજરાત સરકાર દ્રારા નિણર્ય લેવામાં આવ્યો જેની અમલવારી  ટૂંક સમયમાં થશે જેમાં ઓનલાઈન સીસ્ટમ મારફતે જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવી શકાશે. અને મોબાઈલ ફોન મારફતે જ ઘરે બેઠા પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.ગુજરાત સરકાર દ્રારા જણાવવામાં આવ્યું છે કે હવે જન્મ-મરણના દાખલા માટે લાઈનમાં ઉભું રહેવું નહી પડે ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.

મહાનગરો અને નગરપાલિકાઓમાં હાલમાં લોકોને પ્રમાણપત્ર મેળવવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ બારી બંધ કરવામાં આવી છે. અને હવેથી જન્મ-મરણના પ્રમાણપત્ર રૂબરૂ આપવામાં નહી આવે, કામચલાઉ ધોરણે આ પ્રથા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત 1 એપ્રિલ 2021થી 31મી જુલાઈ 2021 દરમિયાન બનેલા કે બનનારા જન્મ મરણના બનાવો કોરોના મહામારીને કારણે વિશિષ્ટિ સંજોગોમાં બની રહ્યા હોવાને કારણે 21 દિવસમાં નોંધાવી શકાયા ન હોય તો તેવા 22 દિવસથી વધુ પરંતુ 365 દિવસ સુધી વિલંબિત જન્મ કે મરણના બનાવોની નોંધણી માટે એફિડેવીટ કરવામાંથી પણ હાલ પુરતી મુક્તિ આપવામાં આવી છે અને આ અંગે લેટ ફી ના વસુલવાનો નિર્ણય પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.