હાઈવે પર બાઈક 2 ટ્રકની વચ્ચે ફસાઈ ગયું અને...

આ કિસ્સામાં તક મળતા જ આંખના પલકારામાં

હાઈવે પર બાઈક 2 ટ્રકની વચ્ચે ફસાઈ ગયું અને...

Mysamachar.in-વલસાડ

વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત થયો હતો.જેમાં પૂરઝડપે પસાર થઇ રહેલી બે ટ્રકો વચ્ચે એક બાઈક સવાર વિચિત્ર રીતે ફસાયો હતો. જોકે, તેમ છતાં બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતના દ્રશ્ય જોઈ પ્રથમ નજરે જોતાં કોઈપણને પણ લાગે કે આ અકસ્માતમાં કોઇ બચ્યું નહિ હોય પરંતુ બે ટ્રકોની વચ્ચે બાઈક ટાયરોમાં ફસાઇ ગયું હતું, જે બાદ પણ બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત જોઇને આસપાસથી પસાર થતા લોકો અને વાહન ચાલકોએ પણ ચોંકી ગયા હતા આ કિસ્સામાં તક મળતા જ આંખના પલકારામાં બાઈક સવાર બંકિમ ભાઈ બાઇક પરથી નીચે કૂદી પડ્યા હતા.આથી તેઓને સામાન્ય ઇજા થઇ હતી અને તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.