૨૦૧૯માં બનશે મોદી સરકાર..લોકસભાની ચૂંટણીને લઈને PMનું જામનગરમાં મોટું નિવેદન

બીજું શું બોલ્યા મોદી જાણો..

૨૦૧૯માં બનશે મોદી સરકાર..લોકસભાની ચૂંટણીને લઈને PMનું જામનગરમાં મોટું નિવેદન
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમ્યાન આજે જામનગર ખાતે નિયત સમયે નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયા બાદ તેમનો કાફલો સીધો જી.જી.હોસ્પિટલ ખાતે રવાના થયો હતો. જ્યાં ૭૦૦ બેડની નવી હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સ્થળ પરથી જોડીયાના દરિયાના ખારામાંથી મીઠા પાણી કરવાના પ્લાનનું તેમજ સમરસ હોસ્ટેલ, સૌની યોજના મારફત રણજીતસાગર ડેમમાં પાણી છોડવાના સહિતના ૯૬૬ કરોડના વિવિધ યોજનાઑનું લોકાર્પણ અને શિલાન્યાસ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યા હતા,

જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હજારોની જનમેદનીનું સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ છો..કહીને સંબોધન શરૂ કરીને શિવરાત્રીની શુભેચ્છાઑ પાઠવી “મહાદેવ સૌનું ભલું કરે..”ની સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણી અને આરોગ્યક્ષેત્રે થઈ રહેલ કામગીરીથી ક્રાંતિ આવી છે. કોંગ્રેસ ઉપર આડકતરી રીતે પ્રહારો કરીને ખેડૂતોના દેવા માફી અંગે પ્રહારો કર્યા હતા. ઉપરાંત મોદીએ જણાવ્યુ હતું કે, અને નાનું કરવાની ટેવ નથી.. કઈક કરવું તો મોટું કરવું...જે થઈ રહ્યું છે... મોદી સરકાર પાછી આવશે અને જેને ઘર નથી મળ્યું તેને ચિંતા કરવાની જરૂર નથી ૨૦૨૨માં બધાને ઘરનું ઘર મળશે તેમ કહીને આગામી લોકસભાની ચૂંટણીને લઈને જામનગરમાં મોટું નિવેદન આપ્યું હતું,

અંતે મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદના મુદ્દે જણાવ્યુ હતું કે આતંકવાદ એક બીમારી છે અને આ બીમારી પાડોશમાં છે અને ત્યાં જઈને જ આ બીમારીનો ઈલાજ કરવો પડે અને અત્યારે આપણી સેના પાસે રાફેલ હોત તો પરિણામ કઈક જુદું હોત..તેવું કહીને આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સાથોસાથ વિરોધીઓ કહે છે મોદી ખતમ કરો.. જ્યારે દેશ કહે છે આતંકવાદ ખતમ કરો.. તેમ કહેતા જનમેદનીમાંથી આવકાર મળ્યો હતો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.