નોકરીવાંચ્છુઓ સાથે મોટી છેતરપીંડીનો પર્દાફાશ, નકલી વેબસાઈટ, નકલી પરીક્ષા, નકલી એપોઇન્ટમેન્ટ લેટર, નકલી તબીબી પરીક્ષણ અને બધું જ નકલી...

નોકરીવાંચ્છુઓ સાથે મોટી છેતરપીંડીનો પર્દાફાશ, નકલી વેબસાઈટ, નકલી પરીક્ષા, નકલી એપોઇન્ટમેન્ટ લેટર,  નકલી તબીબી પરીક્ષણ અને બધું જ નકલી...

Mysamachar.in-રાજકોટ 

આજના સમયમાં યુવાઓ માટે સરકારી નોકરી મેળવવા રાતદિવસ એક કરતા હોય છે, ત્યારે કયારેક નંબર લાગી જાય ક્યારેક ના પણ લાગે કારણ કે ખાલી જ્ગયાઓની સામે ઉમેદવારોની સંખ્યા મોટી હોય જેથી કેટલાય યુવાઓની સરકારી નોકરીની ઈચ્છાઓ અધુરી જ રહી જાય છે...તો કેટલાક નોકરીવાંચ્છુંઓ કોઈ બીજા રસ્તાઓ શોધી અને સરકારી નોકરી કઈ રીતે મળે તેનો પ્રયાસ કરતા હોય છે, એવામાં રેલ્વેમાં નોકરી અપાવી દેવાના બહાને નોકરી વાંચ્છુઓ સાથે છેતરપીંડીના એક મોટા રેકેટનો પર્દાફાશ રાજકોટ પોલીસે કર્યો છે. જેમાં તમામ નકલી આધારોથી યુવકોને ખંખેરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, 

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેલવેમાં સરકારી નોકરી આપવાને બહાને યુવાનોને ઠગતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ કરી 6 જેટલા શખ્સોની ધરપકડ કરી છે. જેમાં 12 પાસ યુવાન પાસેથી 15 લાખ જેટલી માતબર રકમ લઈને નોકરીની લાલચ આપી અનેક આશાસ્પદ યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ ગેંગના ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, વેસ્ટબંગાળ, બિહાર, ઉતરપ્રદેશ જેટલા શહેરોના યુવાનોને પોતાના શિકાર બનાવ્યા છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપાયેલા આ ગેંગ દ્વારા બેરોજગાર નોકરી ઇચ્છુક યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો સંપર્ક કરી તેમને રેલવે રિક્રુટમેન્ટ કન્ટ્રોલ બોર્ડ નામની બોગસ વેબસાઈટ બતાવી વિશ્વાસ સંપાદિત કરી. તેઓને રેલ્વેમાં વર્ગ-2ની નોકરી અપાવી દેવાની તેમજ ગુજરાતમાં બદલી કરાવી આપવાનો પાકો વિશ્વાસ આપી બેરોજગાર યુવાનોને પાસેથી નોકરીના રૂ.15 લાખ તથા પીડીએફમાં ડોકયુમેન્ટ સબમીટ કરવાના રૂપિયા 26 હજાર મેળવી બોગસ ઓર્ડર, આઇકાર્ડ સેલરી તથા પગારસ્લીપ આપી તેમજ લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાં બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ આપવામાં આવી હતી. તેમજ જે યુવાનને તાલીમ 45 દિવસ થાય તેઓના ખાતામાં રૂ.16,543/- પગાર RRB કોર્પોરેશનના નામના બેંક ખાતામાંથી પગાર આપી પે-સ્લીપ આપી બેરોજગાર યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો વધુ વિશ્વાસ મેળવી વધારે નોકરી ઇચ્છુકો પાસેથી રૂપિયાઓ મળેવી તેઓને લખનઉ રેલવે કોલોની ખાતે ઉભુ કરવામા આવેલ બોગસ તાલીમ સેન્ટર ખાતે પ્લેનમા લઇ જઇ ત્યા ટ્રેનીંગ આપી આંતર રાજ્ય બોગસ નોકરી અપાવી મોટુ કોભાંડ આચરવામાં આવતું હતું.

આરોપીઓ દ્વારા ઉમેદવારોને વિશ્વાસમા લેવા માટે પ્રથમ તેઓનુ ઇન્ટરવ્યુ લેવામા આવતુ અને બાદ તેને નોકરી મળી ગયેલ છે તે અંગે આરોપીઓએ બનાવેલ બોગસ વેબસાઇટમા તેનુ રીઝલ્ટ મુકવામા આવતુ અને બાદ ઉમેદવારોને તેમનુ નોકરી માટે મેડીકલ તપાસ કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેદવારોને ખરેખર વિશ્વાસ થાય તે માટે લખનઉ રેલ્વે હોસ્પીટલ ખાતે ઉમેદવારોને એકપછી એક લઇ જઇ અને ત્યા પ્રોસેસ થઇ ગયેલ તેમ કહી અને રિપોર્ટ પોતાની પાસે બારોબાર આવી જશે તેવુ જણાવી ઉમેદવારોનો વિશ્વાસ જીતવામા આવતો.

જો કે આ અંગે છેતરપીંડીનો ભોગ બન્યાનું એક ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી જ્યાં સમગ્ર બનવા અંગેની પર્દાફાશ થતા આરોપી હિમાંશુ પાંડે, શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગુપ્તા,સુરજમોર્ય રમેશમોર્ય,શૈલેષ ઉર્ફે સેટિંગ દલસાણીય કલ્પેશ શેઠ, ઇકબાલ એહમદ ઉર્ફે મુન્નો ખત્રીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને લખનૌના બોગસ તાલીમ સેન્ટરમાંથી પોલીસે કોમ્પ્યુટર, રેલવે અને બેંકના બોગસ સિક્કા, મોબાઈલ ફોન સહિત રૂ. 92,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ગઠિયાઓએ એટલા શાતીર છે કે તેણે કોઈને શંકા ના જાય તે માટે બધું જ ડુપ્લીકેટ તૈયાર કર્યું હતું, રેલવે રિક્રૂટમેન્ટ નામે નકલી વેબસાઇટ ચાલુ કરી હતી, જેના આધારે નોકરીવાંછુકોને પોતાની તરફ આકર્ષિત કરી ફસાવતા હતા, યુવક જાળમાં આવ્યા બાદ તેની નકલી પરીક્ષા લેવામાં આવતી હતી, ત્યારબાદ નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપતા, નકલી તબીબી પરીક્ષણ કરાવવામાં આવતું હતું, નકલી ટ્રેનિંગ અપાતી અને રેલવેના નામે પગાર કરવામાં આવતો હતો. જાણવા મળતી વિગતો પ્રમાણે લખનઉનો હિમાંશુ ઉદય પાંડે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો, હિમાંશુ પાંડેએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, 45 દિવસથી નકલી તાલીમ કેન્દ્ર ચાલું કરી 42 યુવક પાસેથી પૈસા પડાવ્યા હતા, વધુ યુવકોને ફસાવી શકાય તે માટે તાલીમમાં જોડાયેલા યુવકોને પગાર ચૂકવતો હતો, ત્રણ મહિનામાં હજારોની સંખ્યામાં યુવકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લઇ મોટી રકમ હાથવગી કરી રાતોરાત તાલીમ કેન્દ્ર બંધ કરી પલાયન થઇ જવાની તૈયારી હતી....પણ એક ફરિયાદીની શંકાએ પોલીસ સુધી પહોચ્યા બાદ પોલીસે આ નકલી ભરતીના તાર શોધી કાઢી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે.