કોઈને તમારા ડોક્યુમેન્ટ આપતા પૂર્વે ચેતજો, શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના બહાને છેતરપિંડી

આ શખ્સે કર્યું એવું કે...

કોઈને તમારા ડોક્યુમેન્ટ આપતા પૂર્વે ચેતજો, શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના બહાને છેતરપિંડી

Mysamachar.in-ગાંધીનગર:

આજના સમયમાં કોઈને પણ પોતાના આધારો અને ડોક્યુમેન્ટ આપતા પૂર્વે ચેતવા જેવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઝડપાયેલો શખ્સ શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતો હોય ગાંધીનગર LCB ટીમ ગાઝિયાબાદથી પકડી લાવી છે. હીરાલાલ દાસ નામનો આ ગઠિયો માત્ર ધો.9 સુધી ભણેલો છે. એક વખત લોનની જરૂર હોવાથી તે બેન્કમાં ગયો હતો, પણ બેન્કે લોન આપી ન હતી. એ પછી તેણે લોન કેવી રીતે મેળવાય તે સમજી લઈ ગોરખધંધા શરૂ કર્યા હતા.

ઝડપાયેલો શખ્સ શિક્ષિત બેરોજગારોને નોકરીની લાલચ આપી તેમની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓરિજિનલ દસ્તાવેજ મગાવી લેતો હતો. એ પછી આ દસ્તાવેજો પર લોન મંજૂર કરાવતો હતો, પરંતુ મૂળ દસ્તાવેજ આપનારને જાણ થતી ન હતી કે, તેમના નામે બેન્કમાં ખાતું ખૂલી ગયું છે. એકવાર લોનની રકમ મૂળ દસ્તાવેજ આપનારા લોકોના ખાતામાં જમા થાય પછી તે પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતો હોવાનું સામે આવ્યું છે, ઝડપાયેલા આરોપી હીરાલાલ દાસ પાસેથી 64 એટીએમ કાર્ડ, 88 પાન કાર્ડ, વિવિધ બેન્કની 20 પાસબુક, 2 સ્વાઇપ મશીન, 12 મોબાઇલ ફોન, 80 આધાર કાર્ડ, 13 ચૂંટણી કાર્ડ, 61 ચેકબુક, 4 રબર સ્ટેમ્પ તેમ જ જુદી જુદી કંપનીના મોબાઇલના 27 સીમ કાર્ડ, 90 ઇ-મેઇલ આઇડી સહિત 45 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.