લગ્નપ્રસંગમાં મીઠાઈ આરોગતા પહેલા ચેતજો, અહી 500 લોકોને ફૂડ પોઈઝ્નીગની થઇ અસર 

અમુકને હોસ્પીટલમાં પણ લઇ જવા પડ્યા 

લગ્નપ્રસંગમાં મીઠાઈ આરોગતા પહેલા ચેતજો, અહી 500 લોકોને ફૂડ પોઈઝ્નીગની થઇ અસર 

Mysamachar.in-સુરત:

કોઈને ત્યાં લગ્નપ્રસંગ હોય તો મીઠાઈ દાબતા જરા માપમાં રહેજો કારણ કે જો મીઠાઈમાં સહેજ પણ ફેરફાર હોય તો ફૂડ પોઈઝનીગ થઇ શકે છે, આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે તેમાં જેના ઘરે પ્રસંગ હતો તેને તો શુભ આશયથી લોકોને જમવા માટે નિમંત્રિત કર્યા હતા પણ થયું કે મીઠાઈમાં કાઈક લોચો પડી જતા જમવા આવેલ લોકો પૈકી કેટલાકને સામાન્ય તો કેટલાકને ખોરાકીઝેરની અસર થતા જોવા જેવી થઇ હતી.

રાજ્યમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે અને ચોતરફ લગ્ન જ લગ્ન છે, ત્યારે જમણવારમાં ફૂડ પોઇઝનિંગના  કિસ્સા પણ સામે આવી રહ્યા છે. શહેરના કતારગામમાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 500 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થયું છે. જેમાંથી 92 લોકોને સારવાર આપવામાં આવી છે. જેમાથી 46 લોકોને વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 46 લોકોને ઘરમાં જ સારવાર અપાઇ રહી છે. હાલ તમામ લોકોની સ્થિતિ સામાન્ય છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના કતારગામ ઘનશ્યામ પાર્કમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. નિત્યાનંદ ફાર્મમાં લગ્ન પ્રસંગ હતો જેમાં આશરે 1500 લોકોએ ભોજન લીધું હતું. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ આમંત્રિત મહેમામોની તબિયત બગડવા લાગી હતી. જેમા 500 લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા. આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયુ હતું.
આ અંગે જે ઘરે લગ્ન પ્રસંગ હતો તેમના પરિવારના માલવિયા પરેશે માહિતી આપી હતી કે,

અમારે 23 તારીખે સાંજના લગ્ન હતા. જેમાં અનેક લોકોને જમ્યા બાદ તબિયત બગડી હતી. લોકોને ઝાડા ઉલ્ટી અને તાવ આવતો હતો. કોઇને દવા લેવાથી સારું થઇ ગયુ તો કોઇને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કૃણાલભાઇના રાજ કેટરર્સ જમવાનો ઓર્ડર આપ્યો હતો. લગ્ન પ્રસંગમાં રબડી રાખવામાં આવી હતી, જેના કારણે આ થયુ હોય શકે છે.એસએમસીની આરોગ્ય વિભાગની ટીમે ઘરે જઈને તાત્કાલિક ઓપીડી શરૂ કરી હતી. આરોગ્ય અધિકારી સ્થળ પર દોડી ગયા હતા. ભોજન સમારંભમાં વાનગીઓના નમૂના લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા. 92 લોકોને ફૂડ પોઇઝનિંગ થયું, જે પૈકી 42 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.