હાઈ બ્લડ પ્રેશરને આ રીતે કરી શકો છો કંટ્રોલ, દરરોજ પીવો આ જ્યુસ એનર્જી રહેશે જબરદસ્ત

શરીરમાં અંદર રહેલી માંસપેશીઓ પરનો સોજો ઘટાડવા માટે તે મોટો ભાગ ભજવે છે.

હાઈ બ્લડ પ્રેશરને આ રીતે કરી શકો છો કંટ્રોલ, દરરોજ પીવો આ જ્યુસ એનર્જી રહેશે જબરદસ્ત
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-હેલ્થ ડેસ્ક:

હાઈ બ્લડ પ્રેશરને શરીર માટે જોખમી માનવામાં આવે છે. ખાસ કરીને જે વ્યક્તિને ડાયાબિટીસ હોય અને બ્લડ પ્રેશરથી પીડાતા હોય તેઓ પોતાના ડાયેટ પર પૂરતું ધ્યાન આપે છે.  મોટાભાગે આ શરૂઆતી ચેતાવણીના લક્ષણ આપ્યા પહેલા અનિયંત્રિત અને જોખમી સ્તર સુધી પહોંચી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિથી બચવા માટે યોગ્ય સમય પર ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય હોય છે. જો હાઇ બ્લડ પ્રેશરના દર્દી છો અને તેને મેનેજ કરવા માટે ઘરના ઉપચારોની મદદ લેવા માગો છો તો દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ. ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે-સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરી શકે છે. હાર્ટ બીમારીઓ ઘટાડવામાં મદદ કરે છે.

ટમેટાના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે વિટામિન એ, કેરોટીનૉયડ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે. જેનો ફાયદો શરીરને થાય છે. મોટાભાગના લોકો શિયાળામાં આ સુપ પીતા હોય છે. આ માટે તૈયાર પેકેટ્સ પણ મળતા હોય છે. પણ માર્કેટમાં મળતા ટમેટા લાવીને એનો જ્યુસ પીવો સૌથી બેસ્ટ છે. જે હાર્ટ ડિસીઝને યોગ્ય કરવા માટે મોટી ભૂમિકા નિભાવે છે. રસમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેને એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ માનવામાં આવે છે. આ સુપ આ આંખ અને સ્કિન માટે પણ ઘણો સારો છે. શરીરમાં અંદર રહેલી માંસપેશીઓ પરનો સોજો ઘટાડવા માટે તે મોટો ભાગ ભજવે છે. આ ઉપરાંત અનેક બીમારીઓથી બચાવે છે.

કેમકે તેમા પાણી અને ફાઇબરની માત્રા વધુ હોય છે. તેનાથી તમને લાંબા સમય સુધી ભુખ લાગતી નથી. આ સાથે તે વજન પણ ઘટાડે છે. ખાસ કરીને સાંજના સમયે અને વહેલી સવારે જો તે પીવામાં આવે તો એ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી કેન્સરની શક્યતાઓ પણ ઘટી જાય છે. તેમાં ક્રોમિયમ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં સહાયક હોય છે. ટામેટામાં સેલેનિયમ પણ હોય છે જે રક્ત પ્રવાહને વધારે છે અને તેનાથી એનિમિયાનો ખતરો પણ ઘટે છે.(આ માત્ર સામાન્ય ઘરેલું જાણકારી છે, જો બ્લડપ્રેશરને લગત વધુ તકલીફો હોય તો નિષ્ણાત તબીબોની સલાહ મુજબ જ વર્તવું હિતાવહ છે)