સોશ્યલ મીડિયાના માધ્યમથી સંબંધો કેળવતા પૂર્વે આ કિસ્સો છે વાંચવા જેવો..

પરિણીતાએ કરી હતી મિત્રતા અને...

સોશ્યલ મીડિયાના માધ્યમથી સંબંધો કેળવતા પૂર્વે આ કિસ્સો છે વાંચવા જેવો..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

આજનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે,જેટલો સોશ્યલ મીડિયાનો સદઉપયોગ છે,તેનાથી વધુ દુરુપયોગ હોવાના કેટલાય કીસ્સાઓ સમયાંતરે રાજ્યના અલગ અલગ શહેરોમા સામે આવતા રહે છે,એવામાં અમદાવાદમાં સોશિયલ મીડિયાથી બનેલા મિત્રએ પરિણીતાને મારમારીને ફિનાઇલ પીવડાવવાની ફરિયાદ નોંધાઇ છે. 

અમદાવાદના વેજલપુર વિસ્તારના રહેવાસી અને ખાનગી બેંકના મેનેજરની પત્નીને વિ-ચેટ મારફતે ભાવેશ નામના યુવક સાથે પાંચ વર્ષ પહેલા મૈત્રી થઇ હતી.અને બને જણા એપના માધ્યમથી ચેટીંગ કરતાં કરતાં મિત્રતા ગાઢ બની હતી.પતિને બરોડા ખાતે નોકરી હોવાથી મહીલા ઘરની વસ્તુ મંગાવવા યુવકની મદદ લેતી હતી. તે પછી યુવક ઘરના પ્રસંગો તેમજ ફંકશનમાં પણ આવતો હતો. મહીલાના પતિને પણ આ બંન્ને મિત્રો છે અને તે ઘરમાં પણ આવે છે તેની જાણકારી હતી.

એવામાં એક દિવસે યુવકે પરિણીતાને કહ્યું હતું કે તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. તેની મમ્મી અને દાદીને પણ કેન્સર છે તેવું કહી થોડા-થોડા રુપિયા અવારનવાર લઇ જતો હતો એવામાં ગત તારીખ ૨૭ માર્ચનાં રોજ યુવકે બે લાખ માંગ્યા હતાં.

પરંતુ તે આપવાની મહીલાએ ના પાડી દીધી હતી, જેથી ગુસ્સે ભરાયેલા યુવકે પરિણીતા ને મારમારી અને ફિનાઈલ પીવડાવી દીધું હતું. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.