ડાર્ક સર્કલ દૂર કરવા માટે દેશી ઉપચાર ટ્રાય કરી જુવો, વધુ મેકઅપથી કવર કરવાની જરૂર નહીં પડે

કુંડાળા પાછળના ઘણા કારણો હોઈ શકે છે. 

ડાર્ક સર્કલ દૂર કરવા માટે દેશી ઉપચાર ટ્રાય કરી જુવો, વધુ મેકઅપથી કવર કરવાની જરૂર નહીં પડે
symbolic image

Mysamachar.in-હેલ્થ ડેસ્ક:

આજની ફાસ્ટ લાઈફમાં ઘણી વખત એવું જોવા મળે છે કે, યુવકો તો ઠીક યુવતીઓમાં પણ આંખ નીચે કાળા કુંડાળા દેખાય છે. ક્યારેક તેને યુવતીઓ કે યુવક ચશ્મા પહેરીને ઢાકી દે છે. તો ક્યારેક મેકઅપ પાછળ છુપાવી દે છે. પણ આનો કાયમી ઈલાજ આપણા જ ઘરમાં દેશી ઉપચારથી કરી શકાય છે. આંખ નીચે કાળા કુંડાળા પાછળના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે, પેટ સાફ ન આવું, સ્ટ્રેસ, ઉજાગરા, અપૂરતી ઊંઘ અને બીજું ઘણું બધું. આ સિવાય ઘણાને આ કંઈ ન હોવા છતાં ડાર્ક સર્કલ જોવા મળે છે. જેને કુદરતી ઉપચારથી દૂર કરી શકાય છે.

-આ કારણે થાય છે ડાર્ક સર્કલ
અપૂરતી ઊંઘ,ડાયેટ પ્રોપર ન હોય તો, મોડે સુધી લેપટોપ કે સ્ક્રિન પર કામ કરવું, જરૂર કરતા વધારે થાક
ઉંમર,આંખ સોજી જાય તો, ડિહાઈડ્રેશન (શરીરમાં પાણી ઘટે તો)

-ટિપ્સ
માર્કેટમાં ડાર્ક સર્કલ દૂર કરવા માટે ઘણા આઈ માસ્ક મળે છે. જેને ફ્રીઝમાં રાખીને ઠંડા કરીને આંખ પર મૂકવાથી રાહત થાય છે. આંખને અંદર પણ કોઈ નુકસાન નહીં થાય. આ માટે બ્રાંડેડ કંપનીના જ માસ્ક વાપરવાનો આગ્રહ રાખવો. 

-ફેશિયલ ટુલ્સ 
આંખની આસપાસ ખરાબ બ્લડ હોય તો પણ ડાર્ક સર્કલ દેખાય છે. ફેશિયલ ટુલ કિટની મદદથી તેને છુપાવી શકાય છે. અંડર આઈ ઓઈલ તથા ફેશિયલ ક્રિમનો ઉપયોગ કરી શકાય છે. દરરોજ લગાવવાથી તે ડાગ દૂર થાય છે. પણ ક્રિમ લેતા પહેલા સારી કંપનીની ખાતરી કરી લેવી. જેથી આંખને કોઈ નુકસાન ન થાય. 

-ઓરેન્જ જ્યુસ
સ્કિન માટે બેસ્ટ વસ્તુ હોય તો તે ઓરેન્જ જ્યુસ છે. વીટામીન સી સિવાય વીટામીન એ પણ હોય છે. સંતરાના પલ્પનો પેડ બનાવી શકાય છે. આ માટે તેમાં એક ટીપું ગ્લીસરીન પણ મિક્સ કરી શકાય છે. પછી આંખ નીચે રાખી દેવાથી ડાગ દૂર થઈ જાય છે. આંખને પણ ફ્રેશનેસ મળે છે. આ ઉપરાંત કાકડીના પેડ પણ મૂકી શકાય છે. પણ પછી આંખને બરોબર સાફ કરવી અનિવાર્ય છે. 

-ગુલાબજળ 
સૌથી અક્સીર માનવામાં આવે છે. નિયમિત રીતે આંખ નીચે પેડ બનાવી રાખવાથી મોટો ફાયદો થાય છે.કોટની મદદથી દરરોજ આંખ નીચેની સ્કિન સાફ કરવાથી પણ મોટી અસર થાય છે. આ ઉપરાંત ઠંડા દૂધ વાળું પેડ બનાવીને પણ આંખ નીચે રાખી શકાય છે.