ફેસબુક એકાઉન્ટ હેક ના થાય માટે રાખો આ ધ્યાન

હેક થયું હોય એવું  ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ જાય

ફેસબુક એકાઉન્ટ હેક ના થાય માટે રાખો આ ધ્યાન
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-

ફેસબુકનું આખું એકાઉન્ટ હેક થઈ જાય એવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. હેક થયું હોય એવું  ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ જાય છે. જેમાં પછીથી મોટા મેસેજ, અશ્લીલ ફોટા પોસ્ટ કે પૈસાની માગ કરવામાં આવે છે. આવું થાય ત્યારે આપણે શેર કરેલા ફોટા કે વીડિયો પર મોટું જોખમ ઊભું થાય છે. આવું ન થાય એ માટે ફેસબુકના યુઝ પર ચોક્કસ સેટિંગ સાથે સમયાંતરે ફેરફાર કરવો અનિવાર્ય છે. પણ દર વખતે પ્રોફાઈલ પિક્સ કે, કવર ફોટો લોક કરવાની પણ જરૂર નથી. આ કોમન છે. જેને કોઈ સ્ક્રિન શોટથી પણ શેર કરી શકે છે. નિષ્ણાંતો એવું કહે છે કે, પ્રોફાઈલ પિક્સ કે કવર ફોટથી કોઈ લીંક જનરેટ નથી. એક જ લીંક પર એ એક્સેસ થાય છે.

જાણકારો કહે છે કે સામાન્ય રીતે જ્યારે પણ કોઈનું એકાઉન્ટ હેક થાય ત્યારે એની પ્રોફાઈલ પર એક્સેસ બંધ થઈ જાય છે. પ્રોફાઈલ ફોટો બદલી જાય છે. લેંગ્વેજ ટુલ્સ ડીએક્ટિવ થઈ જાય છે. નામ એક જ હોય પણ બાયોમાં કે ટેગલાઈનમાં બીજી ભાષામાં લખાઈને આવી જાય છે. આ ઉપરાંત સાચો પાસવર્ડ નાખવા છતાં તે ખૂલતું નથી. આ ઉપરાંત જ્યારે શેર કરેલો મોબાઈલ નંબર જ જો પાસવર્ડ હોય તો હેકર્સનું કામ આસાન થઈ જાય છે. આવું કંઈ પણ થાય કે, બીજી ભાષામાંથી સંદેશો મળે તો સૌથી પહેલા એ લીંકને બ્લોક કરી દો. તમારી પોસ્ટ તમારા મિત્રો કે ફેમિલી પૂરતી મર્યાદિત કરી દો. સેટિંગ્સમાં જઈને સિક્યુરિટી સેટિંગમાંથી સર્ચ મીમાં ઓનલી નોન કરી દો. અથવા ઓનલી ફ્રેન્ડ કરી દો. જેથી કોઈ અજાણી વ્યક્તિ ડાયરેક્ટ રીક્વેસ્ટ ન કરી શકે. કોઈ પણ રિક્વેસ્ટ લેતા પહેલા મ્યુચલ ફ્રેન્ડ ચેક કરો. મોટાભાગના કેસમાં અજાણ્યા થ્રુ આવેલી રિક્વેસ્ટમાં મ્યુચલ જોવા મળતા નથી. એ લોક હોય છે.

દરરોજ નહીં તો કંઈ નહીં પણ બે મહિને એક વખતે સોશિયલ મીડિયાના દરેક એકાઉન્ટના પાસવર્ડ બદલો. બધા માટે એક જ પાસવર્ડ ભલે હોય પણ ઈ મેઈલ આઈડીનો પાસવર્ડ બદલી દો. જ્યારે સોશિયલ મીડિયા અને ઈ મેઈલના પાસવર્ડ જુદા જુદા રાખી શકાય છે. પાસવર્ડ યાદ ન રહેતા હોય તો મોબાઈલ કે લેપટોપમાં એક એવી ફાઈલ તૈયાર કરો જેમાં એ બધા પાસવર્ડને સેવ કરેલા હોય. જ્યારે પણ એ ચેન્જ કરો ત્યારે એ આઈડી, લીંક કે પાસવર્ડ ત્યાં કોપી પેસ્ટ કરી દો. પછી એ ફાઈલને કાયમી ધોરણે સેવ કરી દો. જ્યારે પણ એકાઉન્ટ હેક થાય ત્યારે આ પાસવર્ડ કામ આવશે. વેરિફેકેશન માટે એક વખત ઈ મેઈલમાંથી ફેસબુકની લિંક ખોલવા પ્રયત્ન કરો. પાસવર્ડ જુદા હોવા છતાં તે લિંક રીડાયરેક્ટ કરી દેશે. 

મોટા ભાગના ડિફોલ્ટમાં એવરીવન પોસ્ટ શેરિંગ હોય છે. એટલે જે ઓળખતા પણ નથી એ તમારી પ્રોફાઈલ પોસ્ટ જોઈ શકે છે. અનનોન ફોઓલર્સ હોય તે રીપ્લાય આપવાનું ટાળો. પોસ્ટ પર આવેલી કોમેન્ટને કંટ્રોલ કરો. જો કોઈ અશ્લીલ કે ગંદી કોમેન્ટ આવે તો એના મ્યુચલ ચેક કરી બ્લોક કે અનફોલો કરી દો. એ ફીડ પછી ફેસબુક પર ક્યારેય નહીં દેખાય. સામાન્ય રીતે કોઈ પેજ લાઈક કર્યું હોય એમાંથી ફેક પ્રોફાઈલ થ્રુ આવી રીક્વેસ્ટ આવતી હોય છે.

બને ત્યાં સુધી જેને તમે ફેસટુ ફેસ ઓળખો છો અથવા કોઈના રેફરન્સથી જોઈન થયા હોય એને જ લીસ્ટમાં રાખો. હાલના સમયે પેજ પોસ્ટ અને વીડિયો પોસ્ટની ફીડ સૌથી વધારે જોવા મળે છે. આવા સમયે કોઈ મિત્રની ફીડ શોધવી પડે છે. આવું ન થાય એટલા માટે એ પેજ પર જઈને એની ફીડ ચેક કરવાનું રાખો. એટલે દરેક મિત્રોની પોસ્ટ પહેલા અને પેજ પોસ્ટ પછી આવતી થઈ જશે. ફેસબુકમાં લોગઈન ન થાય કે લોનઈન થયા પછી કંઈ પોસ્ટ કરવા ન દે તો એક વખત સેટિંગમાં સિક્યુરિટી પેનલ ચેક કરી, બધુ એવરીવન માંથી થોડા સમય માટે ફ્રેન્ડ ઓન્લી કરી જોવો. આવું ન થાય તો સમજો કે એકાઉન્ટ બીજું બનાવવું પડશે.આમ ભલે સોશ્યલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરો પણ સાવચેતી સાથે તેનો ઉપયોગ કરવા નિષ્ણાતોની સલાહ છે.