તમારા ઘરે ભીક્ષા માંગવા આવતી મહિલાઓથી પણ રહેજો સાવધાન..

જાણવા જેવો કિસ્સો

તમારા ઘરે ભીક્ષા માંગવા આવતી મહિલાઓથી પણ રહેજો સાવધાન..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે તાજેતરમાં જ ૩૫ જેવી મહિલાઓ શંકાસ્પદ હાલતમાં કોઈ ગુન્હાને અંજામ આપે તે પહેલા એક નાગરિકની સતર્કતાના કારણે ઝડપી લેવામાં આવી હતી. તેવામાં તમારા ઘરે કોઈ અજાણી મહિલા ભીક્ષા માંગવાના કે અન્ય કોઈ બહાને તમારી પાસે આવે તો સાવધ થઈ જવાની જરૂર છે. કેમકે એક મહિલાએ વૃદ્ધાની નજર ચૂકવીને ઘરની તિજોરી સાફ કરી ગઈ હોવાનો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે,

ચેતવણીરૂપ આ કિસ્સાની વાત જાણે એમ છે કે, અમદાવાદના દરિયાપુર ખાતે રહેતા વિમલભાઈ અને તેમના પત્ની પુત્રને સ્કૂલે મીટીંગ હોવાથી બંને ગયા હતા અને વિમલભાઈના માતા શાંતાબેન ઘરની બહાર ઓટલે બેઠા હતા, તેવામાં ૪ થી ૫ મહિલાઓ બાળકો સાથે ભીખ માંગવા આવી હતી. તેમાંથી એક મહિલા શાંતાબેનની નજર ચૂકવીને ઘરમાં ઘૂસીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત ૬૫ હજારની મતા ચોરી કરી ગઈ હતી. આ વાતની વિમલભાઈને જાણ થતા તેઓએ માધવપુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ત્યારે આ મહિલા ટોળકીને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે,

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.