બેંક મનેજરે અન્ય બ્રાન્ચની મહિલા અધિકારીને  I LOVE U નો કર્યો મેસેજ અને....

આ સાંભળીને મહિલા મેનેજર હતપ્રભ થઈ ગઈ..

બેંક મનેજરે અન્ય બ્રાન્ચની મહિલા અધિકારીને  I LOVE U નો કર્યો મેસેજ અને....

Mysamachar.in-સુરત

વ્યક્તિ પોતાની ઈચ્છા વ્યક્ત કરતો હોય છે. પરંતુ પોતાની ઈચ્છામાં તે વ્યક્તિ ક્યારેક એટલો અંધ બની જાય કે એમાં શું કરતો હોય છે તેનું ધ્યાન પણ તેને નથી રહેતું. રાજ્યમાં આવા  છેડતીના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા હોય છે. એવો જ એક કિસ્સો સુરત શહેરની બેંક મેનજરનો બહાર આવ્યો છે. જેમાં બેંક ઓફ બરોડાની મહિલા મેનેજરને બીજા અન્ય બેંકની બ્રાન્ચના મેનેજરે "I LOVE U" કહી અને લગ્ન કરવા માટે દબાણ કરી હેરાન પરેશાન કરી મૂકી હતી. મહિલા મેનેજરે અન્ય શાખાના મેનેજર સામે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી.

સુરત શહેરમાં બેંક ઓફ બરોડાના બ્રાંચ મેનેજરે બેંક ઓફ બરોડાની અન્ય શાખામાં ફરજ બજાવતી મહિલા અધિકારીને ઉન્માદમાં ‘આઈ લવ યુ’ કહી દીધું હતું. આ સાંભળીને મહિલા મેનેજર હતપ્રભ થઈ ગઈ હતી. મેસેજ કરનાર બેંક મેનેજર મહિલા અધિકારીને કાયમ ફોન અને વોટ્સએપ મેસેજ પણ કરતો હતો. આથી આગળ એ મેનેજરે વોટ્સએપ મેસેજ કરીને લગ્ન માટે ફોર્સ કરી અને અવાર નવાર પરેશાન કરતો હતો. તેથી બેંક ઓફ બરોડાની મહિલા અધિકારી અંતે કંટાળી જઈને સલાબતપુરા પોલીસ સ્ટેશને બેંક મેનેજર રામુ જનાર્દન બી.ડી.ડી.ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.